• Home
  • News
  • વિરાટનું દર્દ, નંબર બધા પાસે છે, વાત ધોનીએ જ કરી:કેપ્ટનશિપના વિવાદ અંગે કહ્યું- લોકોનું કામ ટીવી પર બોલવાનું છે, હું મોઢા પર બોલીશ
post

કોહલીએ કહ્યું હતું કે જ્યારે મેં ટેસ્ટની કેપ્ટનશિપ છોડી ત્યારે ધોની એકલી એવી વ્યક્તિ હતો, જેણે મને મેસેજ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-05 18:38:51

છેલ્લા ઘણા સમયથી તમારું બેટ શાંત હતું અને તમામ જગ્યાએ તમારી ભારે ટીકા થઈ, ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તમને સપોર્ટ કર્યો, તો ઘણા લોકોએ તમારી ટીકા પણ કરી. આવી સ્થિતિમાં તમે પોતાની જાતને કેવી રીતે સંભાળી?

પાકિસ્તાન સામે રવિવારે ભારતને મળેલી હાર પછી વિરાટ કોહલીએ પ્રેસ-કોન્ફ્રેન્સ કરી હતી, જેમાં પત્રકારોએ તેને ઉપરનો સવાલ કર્યો હતો. કોહલીનો સવાલ સાંભળીને બધાને આશ્ચર્ય થયું હતું.

કોહલીએ કહ્યું હતું કે જ્યારે મેં ટેસ્ટની કેપ્ટનશિપ છોડી ત્યારે ધોની એકલી એવી વ્યક્તિ હતો, જેણે મને મેસેજ કર્યો હતો. તમામ લોકો પાસે મારો નંબર હતો, પરંતુ કોઈએ મારી સાથે વાત કરવાનો પ્રયાસ ન કર્યો. મારે માહીભાઈ પાસેથી કંઈ જોઈતું ન હતું કે ન તેમણે મારી પાસેથી કંઈ લેવાનું હતું. અમે બન્ને એકબીજાનો આદર કરીએ છીએ. લોકોનું કામ ટીવી પર બોલવાનું છે, પરંતું હું તો તેમના મોઢા પર બોલીશ.

કોહલી પાકિસ્તાન સામે ફોર્મમાં પરત ફર્યો
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સારી બેટિંગ કરી હતી. તેણે 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. જોકે આ મેચમાં ભારત 5 વિકેટે હારી ગયું હતું.

પ્રેસ-કોન્ફરન્સમાં વિરાટે જે વાત કહી એના પરથી એવું લાગતું હતું કે તે ફોર્મમાં પરત આવવાની રાહ જોઈ રહ્યો હતો અને પોતાના મનની ભડાસ કાઢવા માગતો હતો. આ ભડાસ કોની સામે છે એ સ્પષ્ટ નથી.

સૌરવ ગાંગુલી સાથે સુકાનીપદ ને વિવાદના સમાચાર આવ્યા હતા
BCCI
અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું એક નિવેદન ત્યારે ઘણું વાઇરલ થયું, જ્યારે વિરાટે વન-ડે અને T-20નું સુકાનીપદ છોડ્યું હતું. ગાંગુલીએ કહ્યું હતું કે વિરાટને વન-ડેમાં કેપ્ટનપદેથી હટાવવાનો નિર્ણણ BCCI અને પસંદગી સમિતિએ સાથે મળીને લીધો હતો. BCCIT-20માં વિરાટને કેપ્ટનશિપ ન છોડવાનું કહ્યું હતું, પરંતુ તે સહમત થયો નહોતો. પંસદગી સમિતિનું માનવું હતું કે વન-ડે અને T-20માં અલગ અલગ કેપ્ટન ન હોવા જોઈએ. એટલા માટે આ નિર્ણય લેવાયો.

વિરાટે કહ્યું હતું કે BCCI ખોટું બોલે છે
વિરાટે ગાંગુલીના આ નિવેદન પછી કહ્યું હતું કે મેં BCCIને કહ્યું હતું કે હું T-20માં સુકાનીપદ છોડવા માગું છું, જ્યારે મેં આવું કહ્યું ત્યારે બોર્ડે મારી વાત સારી રીતે લીધી હતી. એમાં કોઈ મતભેદ નહોતો. કોઈએ મને સુકાનીપદ ચાલુ રાખવાનું કહ્યું નહોતું. બોર્ડે મને કહ્યું હતું કે આ સારું પગલું છે.

આ પછી ગાંગુલીએ ફરી નિવેદન આપ્યું હતું કે BCCI તરફથી કોહલી પર કોઈ દબાણ કરાયું ન હતું. અમે સુકાનીપદ છોડવાને લઈને કંઈ કહ્યું હતું. અમે એવું કામ નથી કરતા, કારણ કે હું પોતે એક ખેલાડી હતો અને હું આ વાતને સારી રીતે સમજુ છું. આ બધા વિવાદો પછી 2022ના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વિરાટે ટેસ્ટમાં પણ કેપ્ટનશિપ છોડી દીધી હતી.