• Home
  • News
  • નોર્વે ચેસમાં વિશ્વનાથ આનંદ વર્લ્ડ ચેમ્પિયન મેગનસ કાર્લસનને હરાવી પ્રથમ ક્રમે પહોંચ્યા
post

આ અગાઉ બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલ રેગ્યુલેર મેચ 40 મૂવ્સ સાથે ડ્રો રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-06 19:24:57

નવી દિલ્હીભારતના ગ્રાન્ડ માસ્ટર અને શતરંજના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથ આનંદે એકવખત ફરીથી વર્લ્ડ ચેમ્પિયન મેગનસ કાર્લસનને હરાવીને ટોચના સ્થાને પહોંચ્યા છે. આનંદ નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ક્લાસિકલ સેક્શનના પાંચમા રાઉન્ડમાં આ જીત મેળવતાની સાથે જ સ્પર્ધામાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. આનંદે કાર્લસનને રોમાંચક આર્મેગડન(સડન ડેથ ગેમ)માં હરાવ્યા છે. આ અગાઉ બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલ રેગ્યુલેર મેચ 40 મૂવ્સ સાથે ડ્રો રહી હતી.

50 મૂવ્સમાં જીતી સડન ડેથ ગેમ :

આર્મેગડન દરમિયાન આનંદ પોતાના જૂના અંદાજમાં દેખાયા અને 50 મૂવ્સમાં વિશ્વના નંબર 1 ખેલાડી મેગનસ કાર્લસનને હરાવી દીધા છે. હવે કાર્લસનની પાસે કુલ 9.5 પોઈન્ટસ છે અને તે હાલમાં આ ટુર્નામેન્ટમાં અત્યારે બીજા નંબરે છે.

પ્રથમ ક્રમે ભારતના આનંદ :

આ જીત સાથે આનંદ સ્પર્ધામાં ટોપ ઉપર પહોંચી ગયા છે. હાલમાં તેમની પાસે 10 પોઈન્ટ છે. હજુ આ ટુર્નામેન્ટમાં 4 રાઉન્ડ બાકી છે, જેમાં ચેસના નિષ્ણાંત ખેલાડીઓ સામ-સામે આવશે. આ અગાઉ આનંદે વેંગ હાઓને હરાવીને ત્રીજી જીત મેળવી હતી. હાઓ પહેલા તેમણે ફ્રાંસના મેક્સિમ વાચિયર-લાગ્રેવ અને બુલ્ગારિયાના વેસલિન ટોપલાવને પણ હરાવ્યા હતા.

બ્લિટ્ઝ વર્ગમાં પણ હાર્યા કાર્લસન :

આનંદે નોર્વે ચેસ ટુર્નામેન્ટના બ્લિટ્ઝ વિભાગમાં પણ મેગનસ કાર્લસનને હરાવ્યા હતા ત્યારે આનંદે સાતમા રાઉન્ડમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ક્લાસિકલ રાઉન્ટ ડ્રો થાય ત્યારે આવી પરિસ્થિતિમાં આર્મેગડન અથવા સડન ડેથ ગેમ રમાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post