• Home
  • News
  • વોન્ટેડ તાલુકા કોંગ્રેસપ્રમુખના પુત્રની 53 દિવસે ધરપકડ; જંબુસરના સિગામ ગામે ભવદીપસિંહે પોલ્ટ્રીફાર્મમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઊભી કરી હતી
post

છેલ્લા 53 દિવસથી એસઓજીની ટીમ તેને શોધવાની કવાયતમાં હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-20 10:44:26

જંબુસરના તાલુકા કોંગ્રેસપ્રમુખના પુત્ર અને તેના સાગરીતો દ્વારા સિગામ ગામની સીમમાં તેના પોલ્ટ્રીફાર્મમાં ગેરકાયદે એફેડ્રિન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. દરમિયાનમાં ગત 26મી ઓગસ્ટે એસઓજીની ટીમે દરોડો પાડી 9.46 લાખનું કેમિકલ જપ્ત કરી જે-તે સમયે 3 શખસ ઝડપાયા હતા. ઘટનામાં તાલુકા કોંગ્રેસના પુત્ર ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવને વોન્ટેડ જાહેર કરાયો હતો. એસઓજીએ 53 દિવસ બાદ આખરે તેને ઝડપી પાડ્યો હતો.

જંબુસર તાલુકાના સિગામ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રીફાર્મમાં ગેરકાયદે રીતે તાલુકા કોંગ્રેસપ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર ભવદીપસિંહ અને તેના સાગરીતો એફેડ્રિન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતા હોવાની ચોક્કસ બાતમી મળતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ કે. ડી. મંડોરા અને તેમની ટીમે ગત 26મી ઓગસ્ટે દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી વિવિધ પ્રકારનાં 8થી વધુ કેમિકલનો કુલ 9.46 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ઓમપ્રકાશ રામલાલ સાકરિયા, અમનસિંઘ નરેન્દ્રસિંઘ તેમજ નિતેષ રામપ્રકાશ પાંડેને પોલીસે ઝડપી પાડ્યા હતાં.

જ્યારે ફેક્ટરી ચલાવવા માટે નાણાકીય વ્યવહાર કરવા સાથે અન્ય જરૂરી સામાન પૂરો પાડનાર ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવને વોન્ટેડ જાહેર કરાયો હતો. છેલ્લા 53 દિવસથી એસઓજીની ટીમ તેને શોધવાની કવાયતમાં હતી. દરમિયાનમાં ભવદીપસિંહ સિગામ તેના વતને આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળતાં એસઓજીની ટીમે જંબુસર બાયપાસ પર વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.પોલીસે મામાલમાં તેની સાથે અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ એ જાણવા રિમાન્ડની કવાયત હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post