• Home
  • News
  • 'ટૂંકા નહીં મર્યાદામાં કપડા પહેરવા', સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલ માટે જાહેર કરાયો પરિપત્ર
post

મેરિટ લિસ્ટમાં ગોટાળાને દબાવવાનો મુદ્દો આ પરિપત્રથી ડાયવર્ટ કરવામાં આવ્યો : વિદ્યાર્થિનીઓ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-20 17:26:05

`રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) કોઈના કોઈ મુદ્દે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે આજે એક પરિપત્ર જાહેર કરતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ પરિપત્ર ગર્લ્સ હોસ્ટેલ માટે જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા નહીં પણ મર્યાદામાં કપડા પહેરવા સહિત અલગ-અલગ 28 જેટલા નિયમનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

વિદ્યાર્થિનીઓને મર્યાદામાં કપડા પહેરવાની સૂચના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે આજે જાહેર કરાયેલા પરિપત્રમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત યુનિવર્સિટિમાં આવેલી અલગ-અલગ પાંચ હોસ્ટેલ માટે નિયમનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં હવેથી હોસ્ટેલના પાર્થના હોલ અને ડાઈનિંગ હોલમાં વિદ્યાર્થીનીને મર્યાદામાં કપડા પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ પરિપત્રમાં વિદ્યાર્થીની પોતાના કુટુંબી પરિચિત બહેનોને રાખવા માટે રેકટરની મંજુરી લેવી પડશે તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની હાજરી પુરવામાં આવશે. 

આ પરિપત્ર નહીં માત્ર નિયમો છે : ઈન્ચાર્જ કુલપતિ

આ પરિપત્ર જાહેર કરવાને લઈને વિદ્યાર્થીનીઓએ કહ્યું હતું કે મેરિટ લિસ્ટમાં ગોટાળાને દબાવવાનો મુદ્દો આ પરિપત્રથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે અમને ખ્યાલ છે કે કઈ જગ્યાએ કેવા કપડાં પહેરવા જોઈએ. આ પરિપત્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી (Girish Bhimani)એ કહ્યું હતું કે ફ્કત ભોજન લેવા જાય ત્યારે અને પ્રાર્થના હોલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ ઉપરાંત ગિરીશ ભીમાણીએ વધુમાં કહ્યું હતું કે આ નિયમ ગર્લ્સ અને બોયસ એમ બંન્નેને લાગુ પડે છે અને આ પરિપત્ર નહીં માત્ર નિયમો છે

 

adv

Related News

post
post
post
post
post
post
post