• Home
  • News
  • વિન્ડીઝના ક્રિકેટર ઓલ્ડ ટ્રેફર્ડમાં બાયો સિક્યોર સુરક્ષા સાથે ક્વોરન્ટીનમાં, ખેલાડીઓના રૂમ સ્માર્ટફોનથી ઓપન થશે
post

ઈંગ્લેન્ડ અને વિન્ડીઝ વચ્ચે 8 જુલાઈથી 3 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે, અંતિમ 2 ટેસ્ટ ઓલ્ડ ટ્રેફર્ડમાં થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 12:20:27

લંડન: વિન્ડીઝની ટીમ ટેસ્ટ સીરિઝ રમવા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝ 8 જુલાઈથી શરૂ થશે. ટીમ હાલ ઓલ્ડ ટ્રેફર્ડમાં બાયો સિક્યોર સુરક્ષા સાથે ક્વોરન્ટીનમાં છે. આ જ મેદાન પર અંતિમ 2 ટેસ્ટ મેચ રમાશે. લંકાશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના મેદાન પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. જ્યાં ખેલાડી રૂમનો દરવાજો ખોલવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરશે. કોરોનાને લીધે અહીં ખેલાડીઓની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. 

ક્લબના ઓપરેશન્સ ડિરેક્ટર સ્ટિવ ડેવિસે કહ્યું કે,‘ખેલાડીઓ અને સ્ટાફના આવવા અગાઉથી સાફસફાઈ શરૂ થઈ. આ ટેસ્ટ પૂર્ણ થવા સુધી ચાલશે. હેલ્થ ચેકઅપ, કોવિડ-19 ટેસ્ટ અને ટેમ્પરેચર ચેક કરવા મેડિકલ પ્રોફેશનલ રાખવામાં આવ્યા છે. મેચ દરમિયાન કોઈ ખેલાડી પોઝિટિવ આવે તો તેની માટે અમે આઈસોલેશન રૂમ પણ તૈયાર કર્યા છે. અહીં હેલ્થ પ્રોટોકોલ અનુસાર સુરક્ષા આપવામાં આવશે. ખેલાડીઓની સુરક્ષાને જોતા એક રૂમમાં એક જ ખેલાડીના રહેવાની વ્યવસ્થા કરાશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. ફૂડ સર્વિસ માટે ઘણા સ્થળે સ્ટોલ રહેશે જેથી ભીડ ના થાય. દરેક રૂમની ડિજિટલ ચાવી છે. તમે તેને અડ્યા વગર જ મોબાઈલથી ખોલી શકશો.

અમારી ટીમ પૈસા માટે અહીં સીરિઝ રમવા નથી આવી: હોલ્ડર
વિન્ડીઝના કેપ્ટન હોલ્ડરે કહ્યું કે, ટીમ કોવિડ-19 મહામારી વચ્ચે પૈસાના કારણે ઈંગ્લેન્ડ રમવા નથી આવી. પરંતુ સ્થિતિને સામાન્ય કરવાના ભાગ રૂપે વિન્ડીઝ ટીમ અહીં આવી છે. હોલ્ડરે કહ્યું,‘ઘણા લોકો ક્રિકેટનું કમબેક થાય તેમ ઈચ્છતા હતા. એવું નથી કે અમે બલિનો બકરો બનવા માગતા હતા. અમારો ઉનાળામાં ઈંગ્લેન્ડનો પ્રવાસનો કાર્યક્રમ અગાઉથી જ નક્કી હતો. અમે આ પ્રવાસ અંગેની શક્યતા ચકાસી તો તમામે તે અંગે સામાન્ય રીતે વાત કરી અને એટલે અમે અહીં છીએ. આ અમારી માટે પૈસા સાથે જોડાયેલો મુદ્દો નથી. અમે સુરક્ષા ઈચ્છીએ છીએ અને એ નિશ્ચિત કરવા માગતા હતા કે અમારા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તથા તેની પર અમલ થાય.કોરોનાના કારણે બ્રેક બાદ આ પ્રથમ ઈન્ટરનેશનલ ક્રિકેટ સીરિઝ રહેશે.