• Home
  • News
  • વર્લ્ડ કપમાં કઈ ટીમ સામે કેવો રહ્યો ભારતનો રેકોર્ડ, જાણો હાર-જીતનું સરવૈયુ
post

વર્લ્ડ કપ 2023 બસ હવે થોડા જ સમયમાં શરુ થવા જઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-03 17:47:14

ODI World Cup: વર્લ્ડ કપ 2023ની ઓપનીંગ મેચ 5 ઓક્ટોબરે થવા જઈ રહી છે. ડીફેન્ડીંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ગયા વર્ષે વર્લ્ડ કપ રનર-અપ રહેલી ટીમ ન્યુઝીલેન્ડ વચ્ચે આ મુકાબલાથી વર્લ્ડ કપની શરૂઆત થશે. જેમાં ભારતીય ટીમ 8 ઓક્ટોબરે તેની પ્રથમ મેચ રમશે. ટીમ ઇન્ડીયા તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે, જેની સામે ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ કપ રેકોર્ડ ખુબ ખરાબ રહ્યો છે. 

વર્લ્ડ કપમાં આ 10 ટીમો રમશે

ભારત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા તો જાણીએ વર્લ્ડ કપના ઇતિહાસમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન કઈ ટીમ સામે સારું રહ્યું અને કઈ કઈ ટીમે ઈન્ડિયાને હરાવી...

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે થયેલ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 8 મેચ જીતી છે, જયારે ભારત માત્ર 4 જ મેચમાં વિજેતા રહ્યું છે. 

IND vs NZ: વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડએ પણ ભારત પર પ્રભુત્વ જમાવ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 5 મેચમાં હરાવ્યું છે, જયારે ભારતને ન્યુઝીલેન્ડ સામે 3 મેચમાં જીત મળી છે. 

IND vs ENG: વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન ભારત સામે ખુબ સારું રહ્યું છે. જેમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે 4 વખત હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ ભારતને 3 વખત જીત પણ મળી છે. 

IND vs SA: દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને 3 વર્લ્ડ કપ મેચમાં હરાવ્યું છે. જયારે ભારતીય ટીમ 2 મેચમાં વિજયી રહી છે. 

IND vs SL: શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ કપ રેકોર્ડ બરાબરીનો રહ્યો છે. બંને ટીમે 4-4 મેચ જીતી છે. 

IND vs BAN: બાંગ્લાદેશ સામે ભારતનો રેકોર્ડ ખુબ સારો રહ્યો છે. ભારતને બાંગ્લાદેશ સામેની 3 મેચમાં જીત મળી છે. જયારે ભારતને બાંગ્લાદેશ સામે 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યારે સુધી માત્ર 1 જ મેચ રમાયેલી છે. જે ભારત જીત્યું હતું.

IND vs NED: ભારતીય ટીમે નેધરલેન્ડ સામે રમાયેલી બંને વર્લ્ડ કપ મેચ જીતી છે.

IND vs PAK: ભારતનું પાકિસ્તાન સામે વર્લ્ડ કપ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બંને ટીમ વચ્ચે 7 મેચ રમવામાં આવી છે જે તમામ મેચ ભારતે જીતી છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી, જે એક સિઝનમાં સૌથી વધુ હતી. રસપ્રદ વાત તો એ છે કે વર્લ્ડ કપમાં (Most Centuries In ODI World Cup)અત્યાર સુધી ભારતીય બેટ્સમેનોએ સૌથી વધુ સદી ફટકારી છે.

વર્લ્ડ કપ 2023માં આ વખતે 45 દિવસમાં 48 મેચો રમાશે, જે માટે 10 વેન્યૂ નિર્ધારિત કરાઈ છે. ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈ 8મી ઓક્ટોબરે થશે. મુંબઈમાં 15 નવેમ્બરે પ્રથમ સેમીફાઈનલ જ્યારે 16 નવેમ્બરે કોલકતામાં બીજી સેમિફાઈનલ રમાશે. અમદાવાદમાં 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે, જ્યારે 20 નવેમ્બરે રિઝર્વ ડે રખાયો છે.


adv

Related News

post
post
post
post
post
post
post