• Home
  • News
  • WhatsAppના ઈતિહાસના સૌથી લાંબા સર્વર ડાઉનનો અંત, ફરી મેસેજો શરૂ થયા
post

વ્હોટ્સએપ ડાઉન થવાની અનેક ફરિયાદો અને રમૂજી મેસેજો લોકો ટ્વિટર પર શેર કરી રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:02:04

અમદાવાદ: પડતર દિવસે 12.30 કલાક આસપાસ બંધ થયેલ સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ અંતે બે કલાકના આઉટેજ બાદ 2.30 કલાકે ફરી કાર્યાન્વિત થઈ છે. વ્હોટ્સ એપ ડાઉન રહેતા ભારતના અંદાજે 48 કરોડ અને વિશ્વના અન્ય યુઝર્સને હાલાકી પડી હતી.  બે કલાક ઠપ્પ રહેલ સર્વર વ્હોટ્સએપના ઈતિહાસના સૌથી મોટું સર્વર ડાઉન છે તેમ ડાઉનડિટેક્ટરે એક રિપોર્ટમાં કહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ વ્હોટ્સએપની માલિકી મેટવર્સ પાસે છે. મેટાવર્સના નામે અગાઉ ઓળખાતા ફેસબૂકે 2014માં આ હસ્તાંતરણ કર્યું હતુ.

વિશ્વની સૌથી મોટી સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપનું સર્વર છેલ્લા એક કલાકથી ડાઉન છે. 12.30-12.40 કલાક આસપાથી વ્હોટ્સએપ સમગ્ર ભારત અને વિદેશના અનુક યુઝર્સમાં ડાઉન છે. દેશભરના 48 કરોડ યુઝર્સને હાલ આ સર્વર ડાઉન થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે વ્હોટ્સએપ ડાઉન થવાની અનેક ફરિયાદો અને રમૂજી મેસેજો લોકો ટ્વિટર પર શેર કરી રહ્યાં છે. ગુજરાતી યુઝર્સો કહી રહ્યાં છે કે વ્હોટ્સએપ માટે પણ આજે ધોકો દિવસ છે. દેશી ગુજરાતી ભાષામાં પડતર દિવસને ધોકો દિવસ કહેવાય છે.

અમુક યુઝર્સે કહ્યું કે ગુજરાતી જનતા દ્વારા દિવાળી-પડતર દિવસ-નૂતન વર્ષના મેસેજોનો મારો ચાલતા વ્હોટ્સએપનું સર્વર વધુ લોડ સહન ન કરી શકતા સર્વર ડાઉન થયું છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post