• Home
  • News
  • ક્યાં ખોવાઈ ગયું ફોર્મ?:IPLમાં નથી પડતી બુમરાહની બૂમો, ગત સીઝનમાં સારું પ્રદર્શન કરનારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સ્ટાર બોલરને નથી મળતી વિકેટ
post

મુંબઈ ઈન્ડિયન્સે બુમરાહને 12 કરોડમાં રિટેન કર્યો છે, IPLની આ સીઝનમાં મુંબઈ સતત 7 મેચ હાર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-23 16:05:47

મુંબઈ: IPLની આ સીઝનમાં મુંબઈની સતત સાતમી હાર થઈ છે. આ હાર સાથે જ મુંબઈ ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાંથી બહાર થઈ જવાનું મોટું સંકટ ઊભું થયું છે. આ બધામાં મુંબઈને મેચમાં જીત અપાવનારા તેના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહનું ફોર્મ પણ ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે બુમરાહના પ્રદર્શનથી ચાહકો પણ નિરાશ થયા છે, જાણે બુમરાહની બોલિંગમાં પહેલાં જેવી ધાર ન હોય એવું લાગી રહ્યું છે.

એક સમયે અશક્ય જણાતી મેચને એક ઓવરમાં પલટી નાખનાર બુમરાહની આ વખતની IPLમાં કોઈ ચર્ચા જ નથી. ગત સીઝનમાં બુમરાહે 21 વિકેટ લીધી હતી. આ સાથે સૌથી વધુ વિકેટ લેનારો બોલરોની યાદીમાં તે ત્રીજા નંબરે રહ્યો હતો. આ સીઝનમાં બુમરાહને સાત મેચમાં માત્ર 4 વિકેટ જ મળી છે. આ સીઝનમાં બુમરાહ વિકેટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ સીઝનમાં રાજસ્થાન સામેની મુંબઈની બીજી મેચમાં બુમરાહને ત્રણ વિકેટ મળી હતી. ત્યાર બાદની મેચમાં બુમરાહનું પ્રદર્શન ઠીક ઠીક રહ્યું છે. IPLના કરિયરમાં બુમરાહે 113 મેચમાં 134 વિકેટ લીધી છે. 14 રનમાં 4 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ સીઝનની 7 મેચમાં બુમરાહનું પ્રદર્શન

મેચ

કોની સામે

ઓવર

રન

વિકેટ

1

દિલ્હી

3.2

43

0

2

રાજસ્થાન

4

17

3

3

કોલકાતા

3

26

0

4

બેંગ્લોર

4

31

0

5

પંજાબ

4

28

1

6

લખનઉ

4

24

0

7

ચેન્નઈ

4

29

0