• Home
  • News
  • લોકડાઉનમાં 2 સદી બાદ ઇંગ્લેન્ડમાં ફરીવાર વ્હાઇટ ટેઇલ્ડ ધરાવતા ગરૂડ ઊડતા જોવા મળ્યા
post

2.5 મીટર લાંબી પાંખો ધરાવતું યુકેનું સૌથી મોટું શિકારી પક્ષી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 09:03:11

ઇંગ્લેન્ડ: મહામારી કોરોના વાઇરસને કારણે ઘણા પશુઓ અને પંખીઓ શહેરો તરફ વળ્યા છે ફરી દેખાતા થયા છે. ઇંગ્લેન્ડમાં અંદાજે 2 સદી બાદ ફરીવાર શરીરને અંતે સફેદ પીંછા ધરાવતા ગરૂડ એટલે કે વ્હાઇટ ટેઇલ્ડ ઇગલ દેખાયા છે. આઇલ ઓફ વાઈટ આયલેન્ડ પર આ ગરૂડ ઊડતા દેખાયા છે. આ ગરૂડને સી ઇગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

મોટેભાગે માછલી અને વોટર બર્ડસ પર ભોજન માટે આધાર રાખનાર આ ગરૂડ યુકેનું સૌથી મોટું શિકારી પક્ષી છે. તેની પાંખો 2.5 મીટર લાંબી હોવાથી તે યુકેનું સૌથી મોટું શિકારી પક્ષી છે. છેલ્લે આ પક્ષી 18મી સદીમાં દેખાયા હતા. અંદાજે 240 વર્ષ બાદ ફરીવાર આ પક્ષી જોવા મળ્યા.

ગરૂડ પર લાગેલ ટ્રેકરના દેતા મુજબ તે ઘણો સફર કરીને આવ્યા છે. G274 નામનું ગરૂડ આયલેન્ડ પર પરત ફરતા પહેલાં 427 કિલોમીટરની સફર ખેડીને આવ્યું હતું. રોય ડેનિસ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન દ્વારા 6 ગરૂડને ઓગસ્ટમાં આઇલ ઓફ વાઈટ આયલેન્ડ પર પાંચ વર્ષના ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ હેઠળ છોડવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં એક ગરૂડ મૃત્યુ પામ્યું હતું અને એક ગરૂડ મિસિંગ છે. એટલે હાલ ચાર ગરૂડ છે જેમાં G318 ગરૂડ ન્યૂ યોર્કમાં છે. G324 આઇલ ઓફ વાઈટ પર જ રહ્યું હતું અને G393 ગરૂડ પીક ડિસ્ટ્રિક્ટ નેશનલ પાર્ક તરફ ઊડી ગયું હતું.