• Home
  • News
  • FIFA WORLD CUP 2022ની ટ્રોફીના અનાવરણ માટે દીપિકાની પસંદગી કેમ? આ હતું કારણ
post

ફીફા વર્લ્ડ કપ 2022 દોહા ખાતે 18 ડીસેમ્બરના રોજ યોજાઈ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-19 19:38:26

દિપિકા પાદુકોણ એક ગ્લોબલ આઈકોન છે અને તે અવારનવાર દેશને ગ્લોબલ ફલક પર રીપ્રેઝન્ટ કરે છે અને ભારતનું નામ રોશન કરે છે ત્યારે ફીફા વર્લ્ડ કપ 2022ની ટ્રોફીનું અનાવરણ કરીને તેણે નવો ઈતિહાસ સર્જ્યો છે. 

ગત 18 ડિસેમ્બરે આર્જેન્ટીના અને ફ્રાંસ વચ્ચે ફીફા વર્લ્ડ કપની ફાઈનલ યોજઈ  હતી, આ મેચ ખુબ જ રસપ્રદ અને રોમાંચક મેચમાંની એક બનવા પામી હતી. આ વિશ્વ કપ ફાઈનલનું બીજું એક આકર્ષણનું કેન્દ્ર સ્ટાર ગોલ્ડ પ્લેટેડ ટ્રોફી પણ હતી જેને આર્જેન્ટીનાના ખુબ લોકપ્રિય પ્લેયર મેસીએ પોતાને નામ કરી હતી. દોહા ખાતે યોજાયેલ ફીફા વર્લ્ડ કપ 2022ને માણવા માટે દેશ-વિદેશથી લોકો ખાસ હાજર રહ્યા હતા, ઘણા બોલીવુડ સિતારાઓ પણ મેચ જોવા માટે ખાસ દોહા પહોચ્યા હતા ત્યારે આ મેચની બીજી ઐતિહાસિક વાત એ પણ રહી કે મેચના પૂર્વે ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણે શાનદાર ટ્રોફીનું અનાવરણ કર્યું અને આની સાથે જ ફીફાના ઈતિહાસમાં તે પહેલી એવી ભારતીય બની છે કે જેને આ તક મેળવી હોય. ભારતની સૌથી લોકપ્રિય અને મોટી ગ્લોબલ એમ્બેસેડરમાની એક  એવી દીપિકા પાદુકોણે ફીફાના દિગ્ગજ પ્લેયર અને ભૂતપૂર્વ સ્પેનીશ ફૂટબોલર ઈકર કેસીલીસ ફર્નાન્ડીઝ સાથે લૂઈ વિતોનના ટ્રંકમાં ટ્રોફીને રીવીલ કરી હતી. 

સુત્રો અનુસાર 'પઠાણ' એક્ટ્રેસ દીપિકા પાદુકોણનેની દોહા ખાતે યોજાયેલ ફીફા વર્લ્ડ કપ 2022ની ટ્રોફીનું અનાવરણ કરવા માટે એટલા માટે પસંદ કરાઈ હતી કારણ કે, તેણે ગત મેં મહિનામાં મોસ્ટ લક્ઝુરીઅસ બ્રાંડ લુઈ વિતોનની ગ્લોબલ એમ્બેસેડર છે. લૂઈ વિતોન વર્ષ 2010થી ફીફા વર્લ્ડકપનું પાર્ટનર છે ત્યારે છેલ્લાં 10 વર્ષથી તે ફૂટબોલ વિશ્વકપને સપોર્ટ કરતુ હોવાથી, આ વખતે 18 ડિસેમ્બરે આર્જેન્ટીના અને ફ્રાંસ વચ્ચે જે ફાઈનલ યોજાઈ તેના ટ્રોફી લોન્ચ માટે તેની ગ્લોબલ એમ્બેસેડર દીપિકા પાદુકોણની પસંદગી કરવામાં આવી  હતી.  

આગામી 25 જાન્યુઆરીએ તેની ફિલ્મ 'પઠાણ' રીલીઝ થવામાં છે ત્યારે હાલ તેના એક ગીત 'બેશરમ રંગ'ને કારણે અભિનેત્રીનો દેશમાં વિરોધ પણ થઈ રહ્યો છે અને લોકો આ ફિલ્મના રીલીઝ પર રોક લગાવવાની પણ માંગ કરી રહ્યા છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post