• Home
  • News
  • ગરીબ દેશોની તુલનામાં અમીર દેશોમાં કોરોના વાઈરસના કારણે વધુ મોત શા માટે થયા?
post

અભ્યાસના જણાવ્યા પ્રમાણે વધુ સાફ સફાઈના કારણે અમીર દેશોમાં ઓટો ઈમ્યૂન બિમારીઓ ઓછી થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-16 11:40:31

કોવિડ-19ના કારણે દુનિયાભરમાં લગભગ 20 લાખ લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેમાંથી લગભગ 70% મોત અમીર દેશોમાં થયા છે. જ્યારે દુનિયાની 70% થી વધુ વસ્તી ગરીબ દેશોમાં રહે છે. જ્યાં મૃત્યુઆંક 30%થી પણ ઓછો છે.

1918ના સ્પેનિશ ફ્લૂ મહામારી દરમિયાન ગરીબ દેશોને સૌથી વધુ માર પડી હતી. કોવિડ-19 અંગે પણ શરૂઆતનું અનુમાન એ વખત પ્રમાણે જ લગાવાયું. નિષ્ણાતોનું માનવું હતું કે, ગરીબ દેશોમાં લાશ દફનાવવા સુધીની જગ્યા નહીં મળે.

આવો જ એક રિપોર્ટ ઈન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટિએ એપ્રિલ 2020માં જાહેર કર્યો હતો. જેમાં અંદાજો લગાડવામાં આવ્યો હતો કે દુનિયાના 34 સૌથી ગરીબ દેશોમાં કોવિડ-19 વાઈરસનો વિનાશકારી પ્રભાવ હશે. આ જ કારણે લગભગ 1 કરોડ લોકો કોરોના સંક્રમિત અને 30 લાખ લોકોના કોરોનાથી મોત થઈ શકે છે.રિપોર્ટમાં આના માટે સ્વાસ્થ્ય સેવામાં ઘટાડો, વસ્તી ગીચતા અને ગંદકી જેવા કારણો જણાવાયા હતા.

પરંતુ હાલના આંકડાઓએ પ્રારંભિક દિવસોના અંદાજોને ખોટા સાબિત કરી દીધા છે. દર વખતે દર 10 લાખ લોકોમાં મોતનો આંકડો પાકિસ્તાનમાં 48, બાંગ્લાદેશમાં 47, ઈન્ડોનેશિયામાં 80 અને ભારતમાં 107 છે. આ તમામ વિકાસશીલ અથવા આર્થિક મોરચા પર પછાત દેશ છે.

સાથે જ બેલ્જિયમ જેવા સમુદ્ધ દેશમાં કોવિડ-19થી દર 10 લાખ પર 1734 લોકોના મોત થયા છે. યૂકે, ઈટલી અને અમેરિકા જેવા અમીર દેશોની પણ આવી જ સ્થિતિ છે.

એવામાં સવાલ ઉઠે છે કે વધુ માથાદીઠ આવક, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ, ઓછી વસ્તી ગીચતા હોવા છતા અમીર દેશોમાં કોવિડ-19એ મોતનું આવું તાંડવ શા માટે સર્જ્યું અને ગરીબ દેશ સારી સ્થિતિમાં કેવી રીતે છે? આવા જ સવાલો પર કરંટ સાયન્સમાં એક અભ્યાસ સામે આવ્યો છે જેને ત્રણ ભારતીય રિસર્ચરે તૈયાર કર્યો છે. જેમાં બીથિકા ચેટર્જી, રાજીવ લક્ષ્મણ અને ડો.શેખર માંડે સામેલ છે.

વધુ સાફ સફાઈને કારણે અમીર દેશોમાં વધુ મોત થયા
ડો શેખર માંડેના જણાવ્યા પ્રમાણે મોટી GDP વાળા દેશોની વસ્તી મોટાભાગે ઉમરલાયક છે. ઉદાહરણ તરીકે ભારતની સરેરાશ ઉમર 27 વર્ષ અને પાકિસ્તાનની 23 અને બાંગ્લાદેશની 22 વર્ષ છે. સાથે જ ઈટલીની સરેરાશ ઉમર 46 વર્ષ અને બેલ્જિયમની 42 વર્ષ છે. આવી શોધ પહેલા જ સામે આવી ચૂકી છે કે વૃદ્ધોને કોવિડ-19નું જોખમ વધુ છે. એટલા માટે અમીર દેશોમાં કોવિડ-19થી વધુ મોત થયા.

અભ્યાસના જણાવ્યા પ્રમાણે વધુ સાફ સફાઈના કારણે અમીર દેશોમાં ઓટો ઈમ્યૂન બિમારીઓ ઓછી થાય છે. એટલા માટે શરીર વાઈરસ પ્રત્યે પુરી રીતે અજાણ રહે છે. કોરોના વાઈરસને જોઈને પણ શરીરે આવી ગંભીર પ્રતિક્રિયા આપી જેનાથી પોતાના જ શરીરને નુકસાન પહોંચ્યું.

અભ્યાસમાં હાઈજીન હાઈપોથિસિસને પણ વધુ મોત માટે મોટું કારણ ગણાવવામાં આવ્યું છે. હાઈજીન હાઈપોથિસિસના જણાવ્યા પ્રમાણે એવા દેશ જ્યાં સાફ સફાઈ ઓછી છે ત્યાં ઓછી ઉંમરમાં જ લોકો સંક્રામક બિમારીઓના સકંજામાં આવી જાય છે. એટલા માટે તેમની ઈમ્યૂનિટી મજબૂત બની જાય છે.

જેના વિપરીત અમીર દેશોમાં સાફ સફાઈ, હેલ્થકેર અને વેક્સિનની સુવિધા હોય છે એ જ કારણે તે સંક્રામક બિમારીઓથી બચી જાય છે અને તેમની ઈમ્યૂન સિસ્ટમ આની સામે લડવા માટે તૈયાર નથી હોતી.

અમીર દેશોને ઈમ્યૂન ટ્રેનિંગની જરૂર છે
અભ્યાસમાં ભલે સ્વચ્છતા અને કોવિડ-19થી મોતનો સીધો સંબંધ બતાવવામાં આવ્યો છે પણ તેનો અર્થ એ નથી કે સ્વસ્છ દેશોને ગંદકી તરફ વધારવા જોઈએ. સ્ટડી પ્રમાણે માઈક્રોબાયોમ થેરેપી દ્વારા ઈમ્યૂન ટ્રેનિંગ પર ધ્યાન આપવું જોઈએ. જેનાથી શરીર કોઈ પણ સંભવિત વાઈરસ સામે લડવા માટે તૈયાર રહે.

અહીં ધ્યાન આપવું જરૂરી છે કે, જાપાન, ફિનલેન્ડ, નોર્વે અને ઓસ્ટ્રેલિયા જેવા અમુક દેશોની જીડીપી અને સરેરાશ ઉંમર વધુ હોવા છતા અહીં કોવિડ-19થી મોતનો આંકડો ઓછો રહ્યો. જેને માત્ર અમુક અપવાદ ગણવા જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post