• Home
  • News
  • છેલ્લે છેલ્લે પણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસશે? છેલ્લા ચમકારાના એંધાણ
post

ભરૂચ જિલ્લામાં ઝરમર અથવા તો ધીમો વરસાદ વરસે તેવી સંભાવના

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 11:24:29

ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ એટલે કે વરસાદની સીઝન હવે લગભગ પુર્ણ થવાની તૈયારીમાં છે. એવા સંકેત મળી રહ્યા છે કે, આગામી તા.6-10-21 દિવસ સુધી જિલ્લામાં ઝરમર અથવા તો ધીમો વરસાદ વરસે તેવી સંભાવના છે. પરંતુ 6 ઓકટોબર બાદ વરસાદ  આગામી ચોમાસા સુધી વિરામ લેશે એવા સંકેતો મળી રહ્યા છે.

આ વખતે ભરૂચ જિલ્લામાં વરસાદની મોસમે વિવિધ સ્વરૂપ બતાવ્યુ હતુ. જેમ કે લાંબા ગાળા સુધી વરસાદે વિરામ લેવાથી જિલ્લામાં દુકાળની સંભાવનાના પગલે રહીશો તેમજ ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. ભાદરવો ભરપુર એ ઉકિત સાચી પડી હોય તેમ ભરૂચ જિલ્લામાં ભાદરવા માસમાં સારો વરસાદ વરસ્યો હતો. ખેડૂતો એવુ ઈચ્છી રહ્યા હતા કે હવે વરસાદ વિરામ લેતો સારૂ. કારણકે ખેતરમા પાક તૈયાર પડયો હતો.

આવી વિવિધતા પુર્ણ વરસાદની મોસમ જણાય હતી. પરંતુ આખરે ભરૂચ જિલ્લામાં વરસાદની સરેરાશ 100 ટકા કરતા વધુ આવતા લોકોએ અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લે છેલ્લે પણ અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના

ગુજરાતભરમાં હાલમાં પણ ઠંડુ અને વાદળછાયુ વાતાવરણ જણાય રહ્યુ છે. આ વાતાવરણ જોતા એમ કહેવાય રહ્યુ છે કે, વરસાદની સીઝન પુર્ણ થતા પહેલા ભરૂચ જિલ્લામાં વરસાદ છેલ્લો ચમકારો બતાવે તેવી સંભાવના છે તેથી શ્રાાદ્ધના અંતિમ દિવસોમાં ભરૂચ જિલ્લામાં વરસાદના ઝાપટા પડે તેવી સંભાવના નકારી શકાતી નથી. ભરૂચ જિલ્લામાં વરસાદે આ વરસે પણ સતત ૧૦૦ ટકા કરતા વધુ ટકાવારી નોંધાવી છે જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post