• Home
  • News
  • આંધીની લહેર:રાજકોટમાં તાઉ-તે વાવાઝોડાને કારણે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતાં વીજપુરવઠો ખોરવાયો, વૃક્ષ ધરાશાયી, અનેક જગ્યાએ લાઇટ ડૂલ
post

ભારે પવન સાથે વરસાદને કારણે લોકોમાં ભયનો માહોલ

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-18 11:47:07

રાજકોટ ગત મોડી રાતથી વાવાઝોડાની વધુ અસર જોવા મળી છે, જ્યાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થઈ જતાં તંત્ર કામે લાગ્યું છે. જ્યારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતાં વીજપુરવઠો ખોરવાયો ગયો છે, જેથી અનેક જગ્યાએ લાઈટ ડૂલ થઈ ગઈ છે. ભારે પવન સાથે વરસાદને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

શહેરમાં વૃક્ષ જમીનદોસ્ત થયાં
રાજકોટમાં મોડી રાતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. એટલું જ નહીં, તોફાની પવન સાથે મધરાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી, જેને લઇને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા અનુસાર નીચાણવાળા તેમજ જોખમી બાંધકામો ધરાવતા વિસ્તારો પણ ધ્યાન કેન્દ્રિત કરીને 2011 લોકોનું સ્થળાંતર કરીને અલગ અલગ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરીને તેમના માટે જમવાની વ્યવસ્થા કરી દીધી છે.

રાજકોટમાં વાવાઝોડા અંગે ચાંપતી નજર
રાજકોટ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડા સંદર્ભે રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તથા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાના વડપણ હેઠળ કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયાના જણાવ્યા અનુસાર જિલ્લાના તમામ તાલુકા મથકે ક્લાસ-1 અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે મોનિટરિંગ અને લાઈઝનની કામગીરી કરવામાં આવી રહી છે. સવારથી લઈને રાત સુધીમાં કાચાં મકાનો બાંધીને રહેતા તથા વાવાઝોડાના સંભવિત અસરના વિસ્તારમાં રહેતા સમગ્ર જિલ્લાના કુલ 12,450 જેટલા લોકોનું શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારનાં પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રના આગોતરા - સુદૃઢ આયોજનને કારણે હાલ સુધી કોઈ જ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.

adv

Related News

post
post
post
post
post
post
post