• Home
  • News
  • 55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા
post

કોરોનાને કારણે આ સંખ્યા બે ગણી વધીને 2020માં 26.50 કરોડ થઇ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 11:30:43

પેરિસ: કોરોના વાઇરસને કારણે ભૂખમરાનું જોખમ વધી શકે છે. યુએને મંગળવારે ખાદ્ય સંકટ અંગે વિશ્વની સ્થિતિ પર એક રિપોર્ટ જારી કર્યો. જેમાં કહેવાયું છે કે આ વર્ષે વિશ્વના 55 દેશોમાં 13.50 કરોડ લોકો ઘોર ભૂખમરાની સ્થિતિમાં જીવી રહ્યા છે. કોરોનાને કારણે આ સંખ્યા બે ગણી વધીને 2020માં 26.50 કરોડ થઇ જશે. એટલે એક વર્ષમાં વધુ 13 કરોડ લોકો સામે ભૂખમરાનું જોખમ છે. રિપોર્ટ મુજબ જો અન્ય કોઇ સંકટ આવ્યું કે તનાવની સ્થિતિમાં વધુ 18.30 કરોડ લોકોને પણ ભૂખમરાનો સામનો કરવો પડશે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમના અર્થશાસ્ત્રી આરિફ હુસૈને કહ્યું કે કોરોના પહેલાંથી જ મુશ્કેલી વેઠી રહેલા કરોડો લોકોને ભારે આફતમાં મૂકી શકે છે. તેમણે કહ્યું કે લોકડાઉનને કારણે માર્ગો-બજાર બંધ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post