• Home
  • News
  • અમદાવાદમાં ચોમાસાની વિદાયને 36 દિવસ બાકી, વરસાદમાં હજુ 33 ટકા ઘટ
post

શહેરની સરેરાશ 30 ઈંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધી 20 ઈંચ થયો, સોમવારે સરેરાશ અડધો ઈંચ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-11 12:17:51

અમદાવાદ: ચોમાસાની વિદાયને હજુ 36 દિવસ બાકી છે ત્યારે શહેરમાં વરસાદમાં હજુ 33 ટકાની ઘટ છે. અમદાવાદમાં સિઝનમાં સરેરાશ 30 ઈંચ વરસાદ થવો જોઈએ. જો કે, અત્યાર સુધી 20 ઈંચ વરસાદ થયો છે. 15 સપ્ટેમ્બરે ચોમાસાની વિધિવિત્ વિદાય થતી હોય છે.

સોમવારે શહેરભરમાં ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. જો કે, 7 વિસ્તારોમાં અડધાથી પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોનના મેમ્કોમાં પોણા બે ઈંચ પડ્યો હતો. જ્યારે ઉસ્માનપુરા અને દૂધેશ્વરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. રાણીપ ગોતા અને નરોડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી શહેરમાં કુલ 20 ઈંચ વરસાદ પડ્યો હોવાનું મ્યુનિ.ના આંકડા બતાવે છે.

છેલ્લાં ત્રણ દિવસથી શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદ પડતાં 6 દિવસમાં ગરમીનો પારો 4 ડિગ્રી ગગડતાં લોકોએ ગરમી અને બફારાથી મુક્તિ મેળવી છે. ગત 4 ઓગસ્ટે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી નોંધાયું હતું. જે 10 ઓગસ્ટે સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 4.1 ડિગ્રી ગગડીને 31.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદી માહોલ વચ્ચે હળવોથી ભારે વરસાદ પડતાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગરમીનો પારો 33 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. ખાસ કરીને રાજ્યનાં કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે. જો કે, ઓગસ્ટ માં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદની ઘટ પૂરી થવાની શક્યતા છે.

2018માં સૌથી ઓછો 16 ઈંચ વરસાદ
છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો 16.31 ઈંચ વરસાદ 2018માં થયો હતો. જ્યારે સૌથી વધુ 41.33 ઈંચ વરસાદ 2017માં પડ્યો હતો.

વર્ષ

મી.મીમાં

ઈંચમાં

2015

570.57

22.43

2016

574.98

22.64

2017

104.82

41.33

2018

414.5

16.31

2019

832.86

34.01

2020

468.52

18.45

આજનો વરસાદ

મેમ્કો

1.75 ઈંચ

ઉસ્માનપુર

1 ઈંચ

દૂધેશ્વર

1 ઈંચ

ઓઢવ

0.75 ઈંચ

વિરાટનગર

0.75 ઈંચ

રાણીપ

0.5 ઈંચ

ગોતા

0.5 ઈંચ

નરોડા

0.5 ઈંચ

તાપમાન 4 ડિગ્રી ગગડ્યું
વાદળિયા વાતાવરણ, વરસાદથી છેલ્લા 6 દિવસમાં અમદાવાદનું તાપમાન 35.9 ડિગ્રીથી લગભગ 4 ડિગ્રીને ઘટી 31.8 થયું

 

adv

Related News

post
post
post
post
post
post
post