• Home
  • News
  • દીપક ચહર દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાંથી બહાર, આ ખેલાડીને મળ્યો મોકો
post

ભારતીય ટીમના સભ્ય દીપક ચહર દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે વનડેમાંથી બહાર થઈ ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-08 18:13:55

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમમાં આજકાલ કાળો કાળ ચાલી રહ્યો છે. ક્યારેક અમુકને ટ્રોલિંગનો શિકાર થવુ પડે છે તો એક બાદ એક ક્રિકેટરને ઇજાના કારણે બહાર થવુ પડી રહ્યું છે. ભારતીય ટીમના સભ્ય દીપક ચહર દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે વનડેમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં તક મળી છે.

BCCIના નિવેદન અનુસાર, "સિલેક્શન કમિટીએ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની બાકીની મેચો માટે દીપક ચહરના સ્થાને વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કર્યો છે. 

તેમણે વધુમાં જણાવ્યુ કે, ત્રીજી અને અંતિમ T20 મેચ પછી ઈન્દોરમાં, ચહરની પીઠ જકડાઈ હતી. આ સમસ્યાને કારણે તે લખનૌમાં રમાયેલી પ્રથમ ODIમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. ચહર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં જશે જ્યાં તે બોર્ડની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે."

દીપક ચહરની ઈજા કેટલી ગંભીર છે અને તે કેટલા સમયમાં ઠીક થઇ જશે તે હજુ સ્પષ્ટ નથી. પીઠની ઈજાને કારણે બીસીસીઆઈ કોઈ જોખમ લેવા માંગતું નથી. તેથી ચહરને આરામ આપવાનું નક્કી થયું.

ભારતીય ટીમઃ

શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટમેન), સંજુ સેમસન (વિકેટમેન), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર , અવેશ ખાન , મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર.