• Home
  • News
  • અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છે, સરકાર કેમ બનાવવી એ ભાજપ-સેનાએ જોવાનું- શરદ પવાર
post

વિધાનસભા ચૂંટણી પરિણામ આવે 14 દિવસ પછી પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેની મૂંઝવણ યથાવત છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-06 14:20:56

મુંબઈ: વિધાનસભા ચૂંટણી પરિણામ આવે 14 દિવસ પછી પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેની મૂંઝવણ યથાવત છે. શિવસેના અને ભાજપ બંને મુખ્યમંત્રીના પદ પર અડગ છે. આજે એનસીપી પ્રમુખ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે કે, તેઓ વિપક્ષની ભૂમિકા જ નીભાવશે. બીજેપી-શિવસેનાને જનાદેશ મળ્યો છે એટલે એમણે સાથે મળીને સરકાર બનાવવી જોઈએ.

બુધવારે શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. રાઉતે કહ્યું- પવાર દેશ અને રાજ્યના બહુ મોટા નેતા છે. તેઓ મહારાષ્ટ્રના રાજકીય સ્થિતિ વિશે ચિંતામાં છે. આ વિશે જ તેમની સાથે ચર્ચા થઈ છે. પવાર આજે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. માનવમાં આવે છે કે, તેમાં તેઓ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

બીજેપી અને શિવસેના ગઠબંધન વચ્ચે તિરાડ વધી રહી છે. જોકે હવે આ સંજોગોમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે માત્ર 70 કલાકનો સમય જ બાકી રહે છે. નોંધનીય છે કે, 8 નવેમ્બરે હાલની સરકારનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. જો આ સમયમાં સરકાર નહીં બને તો કેન્દ્ર સરકાર દ્વારા આકરા પગલાં લેવામાં આવી છે. શક્ય છે કે, રાજ્યપાલ રાષ્ટ્રપતિ સાશનની પણ ભલામણ કરી શકે છે. આ દરમિયાન આજે ફરી શિવસેના નેતા સંજય રાઉતે બીજેપી ઉપર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, હવે કોઈ પ્રસ્તાવની લેણ-દેણ નહીં થાય.

શિવસેના નેસા સંજય રાઉતે આજે ફરી બીજેપી પર પ્રહાર કરતા કહ્યું છે કે, મુખ્યમંત્રી પદ માટે જે સહમતી થઈ હતી અને અમે તેના આધારે જ ચૂંટણી લડી હતી અને ગઠબંધન થયું હતું. હવે કોઈ નવો પ્રસ્તાવ આવશે પણ નહીં અને જશે પણ નહીં. જે પ્રસ્તાવ નક્કી થયો છે તે વિશે જ વાત કરવામાં આવશે.

સંજય રાઉતે કહ્યું છે કે, જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જરૂર પડશે તો તે જનતા સાથે અન્યાય થશે. મહારાષ્ટ્ર જો રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી રહ્યું છે તો તે માટે અમે જવાબદાર નથી.

એનસીપી પ્રમુખ શરદ પવારે બુધવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માનવામાં આવે છે કે તેઓ આ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર બનાવવા વિશે સમર્થન આપવાની કોઈ મોટી જાહેરાત કરી શકે છે. પવારે મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

રાજ્યમાં સરકાર ગઠન વિશે શરૂ થયેલી ખેંચતાણ દરમિયાન મંગળવારે રાતે મુખ્યમંત્રી ફડણવિસે નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગલત સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ સંઘ પ્રમુખને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે ભાગવતને આગ્રહ કર્યો હતો કે, તેઓ સરકાર ગઠન માટે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે મધ્યસ્થતા કરાવે, જેથી ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદનો સહમતીથી ઉકેલ લાવવામાં આવે.

 

ભાજપની પ્રસ્તાવ મોકલવાની વાત વિશે રાઉતે કહ્યું કે, તેમને મુખ્યમંત્રી પદ માટે લેખિતમાં આશ્વાસન જોઈએ છે. તેના જવાબમાં ભાજપ નેતા અને રાજ્યના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે, આવું શક્ય નથી. અમે ભારત અને પાકિસ્તાન છીયે? અમે શિવસેનાના એટલા દુશ્મન થઈ ગયા છીએ કે કોઈ એક બીજાનું મોઢું નહીં દેખે.