• Home
  • News
  • ગાંધીનગર મનપામાં કૉંગ્રેસની બેઠકોની સાથે જનાધાર પણ ઘટ્યો, સૌથી વધુ ફાયદામાં આમ આદમી પાર્ટી રહી
post

સૌથી વધુ ભાજપને 46.39 ટકા મત મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:22:21

ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. પરિણામોમાં ભાજપનો એકતરફી વિજય થયો છે. 44માંથી 41 બેઠકો ભાજપે કબજે કરી છે. કૉંગ્રેસે ફક્ત 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીને એક જ બેઠક મળી છે. ગાંધીનગર મનપામાં 10 વર્ષ બાદ ભાજપની આ સૌથી મોટી જીત છે. સ્વભાવિક છે કે, સૌથી વધુ ફાયદો પણ ભાજપને થયો છે. જ્યારે કૉંગ્રેસની અહીં બેઠકોની સાથે જનાધાર પણ ઘટ્યો છે. જેને સીધો જ ફાયદો આમ આદમી પાર્ટીને મળતો દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપાની પ્રથમ ચૂંટણીમાં જ 21.72 ટકા મત મેળવવામા સફળ રહ્યું છે.

કૉંગ્રેસને મળેલા મતની ટકાવારીમાં જોરદાર ગાબડું પડ્યું
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વર્ષ 2016માં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે અહીં સૌથી વધુ 46.93 ટકા મત મેળવ્યા હતા. જો કે, પાંચ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના જે હાલ થયા છે તે તેના નેતાઓએ પણ ક્યારેય નહીં વિચાર્યું હોય. 2021ની ચૂંટણીમાં અહીં કૉંગ્રેસને 27.99 ટકા મત જ મળ્યા છે. એટલે કે, 2016ની સરખામણીએ 2021માં 18.94 ટકા મત ઓછા મળ્યા છે. જેની સીધી જ અસર કૉંગ્રેસની બેઠકો પર જોવા મળી છે. કૉંગ્રેસ અહીં 44માંથી ફક્ત બે જ બેઠક જીતી શક્યું.

ચાર વોર્ડમાં કૉંગ્રેસ કરતા આપને વધુ મત મળ્યા
આમ આદમી પાર્ટી ગાંધીનગર મનપામાં પ્રથમવાર ચૂંટણી લડી હતી. પરંતુ, તેને ધારી સફળતા મળી નથી. અહીં આપને ફક્ત નામ માત્રની એક જ બેઠક મળી છે. આમ આદમી પાર્ટીના ડાયરાઓમાં ભીડ તો ખૂબ એકઠી થઈ પણ તે મતમાં કન્વર્ટ ના થઈ. જો કે, આમ આદમી પાર્ટીએ પ્રથમ ચૂંટણીમાં મેળવેલા મતને નજર અંદાજ પણ કરી શકાય તેમ નથી. આપ તેની પ્રથમ ચૂંટણીમાં અહીં 21.72 ટકા મત મેળવવામા સફળ રહી છે. મનપાના વોર્ડ નંબર 6,8,9 અને 10 તો એવા વોર્ડ છે કે અહીં આપને કૉંગ્રેસ કરતા વધુ મત મળ્યા છે.

ભાજપને મળેલા મતની ટકાવારીમાં સામાન્ય વધારો
વર્ષ 2016ની સરખામણીએ વાત કરીએ તો, ગાંધીનગર મનપામાં ભાજપને મળેલા મતની ટકાવારીમાં 1.63 ટકા જેવો વધારો થયો છે. પરંતુ, બેઠકોની વાત કરીએ તો તેમાં જબ્બર વધારો થયો છે. જે દર્શાવે છે કે, કૉંગ્રેસ અને આપ વચ્ચે થયેલા મતોના વિભાજનનો સૌથી વધુ લાભ ભારતીય જનતા પાર્ટીને થયો છે.

વોર્ડ વાઈઝ ભાજપ-કૉંગ્રેસ અને આપને મળેલા મતની ટકાવારી

વોર્ડ નંબર 1 - 43 ટકા ભાજપ વોર્ડ નંબર 1 - 15 ટકા કોંગ્રેસ વોર્ડ નંબર 1 - 18 ટકા આપ

વોર્ડ નંબર 2 - 47 ટકા ભાજપ વોર્ડ નંબર 2 - 39 ટકા કોંગ્રેસ વોર્ડ નંબર 2 - 12 ટકા આપ

વોર્ડ નંબર ૩ ભાજપ : 39.45 વોર્ડ નંબર ૩ કોંગ્રેસ : 37.93 વોર્ડ નંબર ૩ આપ : 20.50

વોર્ડ નંબર 4 - 42 ટકા ભાજપ વોર્ડ નંબર 4 - 35 ટકા કોંગ્રેસ વોર્ડ નંબર 4 - 19 ટકા આપ

વોર્ડ નંબર 5 - ભાજપ : 59.68 વોર્ડ નંબર 5 કોંગ્રેસ : 26.40 વોર્ડ નંબર 5 આપ : 12.86

વોર્ડ 6 ભાજપ : 36.58 વોર્ડ 6 કોંગ્રેસ : 27.25 વોર્ડ 6 આપ : 31.94

વોર્ડ નંબર 7- ભાજપ 47 ટકા વોર્ડ નંબર-7 કોંગ્રેસ 34 ટકા વોર્ડ નંબર 7- AAP 17 ટકા

વોર્ડ નંબર 8- ભાજપ 46 ટકા વોર્ડ નંબર-8 કોંગ્રેસ 22 ટકા વોર્ડ નંબર 8- AAP 19 ટકા

વોર્ડ નંબર 9- ભાજપ 48 ટકા વોર્ડ નંબર-9 કોંગ્રેસ 19 ટકા વોર્ડ નંબર 9- AAP 31 ટકા

વોર્ડ નંબર-10 ભાજપ-58 ટકા વોર્ડ નંબર-10 AAP-28 ટકા વોર્ડ નંબર-10 કોંગ્રેસ-12 ટકા

વોર્ડ નંબર-11 ભાજપ- 44 ટકા વોર્ડ નંબર-11 કોંગ્રેસ- 36 ટકા વોર્ડ નંબર-11 AAP-18 ટકા

 

adv

Related News

post
post
post
post
post
post
post