• Home
  • News
  • કોહલી ના ચાલ્યો તો ભારત સદી મારવામાં 5માં નંબરે: 2016-19 સુધીમાં ટીમ ઈન્ડિયાની કુલ 127 સેન્ચુરી આવી, ગત 3 વર્ષમાં માત્ર 28 સેન્ચુરી આવી
post

છેલ્લા 2 વર્ષમાં કોઈ ભારતીય કેપ્ટન સદી મારી નથી શક્યું, રહાણેની હતી છેલ્લી સદી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-21 18:21:01

ટીમ ઈન્ડિયાના બેટર્સે 70 મેચમાં 15 સદી ફટકારી છે, જે ઇંગ્લેન્ડ (27), ન્યૂઝીલેન્ડ (19), પાકિસ્તાન (18) અને ઓસ્ટ્રેલિયા (17)થી ઓછી છે. આ વર્ષે 15 સદીમાંથી 7 સદી તો સપ્ટેમ્બર પછી આવી છે. આ દરમિયાન કોહલીએ અફઘાનિસ્તાનની સામે એશિયા કપ T20માં સદી ફટકારીને 3 વર્ષના દુકાળનો અંત લાવ્યો હતો. ત્યારથી ભારત તરફથી લાગેલી 7 સેન્ચુરીમાંથી કોહલીની 2 સેન્ચુરી છે. એટલે કે કોહલીના ફોર્મ અને ટીમ ઈન્ડિયા બેટર્સની સદીની સંખ્યામાં સીધું કનેક્શન છે.

વર્ષ 2016થી લઈને 2019 સુધીનો સમય કોહલીની ઈન્ટરનેશનલ કરિયરની પીક માનવામાં આવે છે. ત્યારે તેમણે 71ની એવરેજથી રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમ તરફથી 204 મેચમાં સૌથી વધુ 127 સદી આવી છે. એટલે કે દર 1.6 મેચ પછી એક સદી! આમાંથી 36 સદી તો કોહલીએ ફટકારેલી છે! જોકે વર્ષ 2020ની શરૂઆતથી આંકડા બદલાઈ ગયા છે. કોહલીની બેટિંગ એવરેજ 35એ આવીને અટકી ગઈ. આની સીધી અસર ટીમ ઈન્ડિયાની બેટિંગ ફોર્મ પર પડી. ત્યારથી લઈને ભારતે 130 મેચમાં માત્ર 27 સદી ફટકારી છે, એટલે કે દર 4.6 મેચ પછી એક સદી આવી છે.

સપ્ટેમ્બર મહિના સુધી શ્રીલંકા-બાંગ્લાદેશથી પાછળ હતી ટીમ ઈન્ડિયા
વિરાટના પીક વખતે દુનિયામાં સૌથી વધુ સદી ફટકારનાર ટીમ ઈન્ડિયા તેમના ખરાબ ફોર્મ વખતે સદી લગાવવાના મામલે ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી પાછળ રહીને 5મા નંબરે પહોંચી ગઈ હતી. આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી તો ટીમ શ્રીલંકા અને બાંગ્લાદેશથી પણ પાછળ હતી, અને લગભગ દર 5મા મેચ એક સદી જમા હતી. એશિયા કપમાં કોહલીના ફોર્મમાં આવ્યા પછીથી હાલત સુધરી છે અને હવે ટીમ 3.8 મેચથી સદી આવે છે.

છેલ્લા 2 વર્ષમાં કોઈ ભારતીય કેપ્ટન સદી મારી નથી શક્યું, રહાણેની હતી છેલ્લી સદી
ટીમ ઈન્ડિયા છેલ્લા બે વર્ષમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 8 કેપ્ટન બદલાવી ચૂક્યા છે. જોકે આ દરમિયાન કોઈપણ કેપ્ટન સદી નથી મારી નથી શક્યા. કેપ્ટનના રૂપમાં ભારત તરફથી છેલ્લી સદી ઓસ્ટ્રેલિયાની ટૂર પર કેપ્ટનશિપ કરી રહેલા અજિંક્ય રહાણેએ 26 ડિસેમ્બર 2020માં મેલબોર્ન ટેસ્ટમાં ફટકારી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post