• Home
  • News
  • આસારામ બાપુ સામેના કેસમાં મહત્ત્વના સાક્ષી પર હરિયાણામાં હુમલો
post

દુષ્કર્મ મામલે જેલની સજા ભોગવી રહેલા આસારામ બાપુના કેસમાં મહત્ત્વના સાક્ષી મોહિંદર ચાવલા પર રવિવારે હરિયાણાના પાનીપતમાં તેના જ ગામના ભૂતપૂર્વ સરપંચે હુમલો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-18 10:18:29

પાનીપત: દુષ્કર્મ મામલે જેલની સજા ભોગવી રહેલા આસારામ બાપુના કેસમાં મહત્ત્વના સાક્ષી મોહિંદર ચાવલા પર રવિવારે હરિયાણાના પાનીપતમાં તેના જ ગામના ભૂતપૂર્વ સરપંચે હુમલો કર્યો હતો. જેથી મોહિંદરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મોહિંદર ચાવલાના જણાવ્યુ કે, સુરિંદર નામના શખ્સે મારા માથા પર પ્રહાર કર્યો હતો. પૂર્વ સરપંચ સુરિંદર છેલ્લા કેટલાક વર્ષોથી મને પરેશાન કરી રહ્યો હતો અને આજે તેણે મારા પર હુમલો કર્યો. સુરિંદરે મારા વિરૂદ્ધ ઘણા ખોટા કેસ કર્યા છે. તે મને આસારામ બાપુ સાથે કેસ મામલે સમાધાન કરવા દબાણ કરી રહ્યો હતો. મારી ઘણી જમીન પણ પડાવી લેવામાં આવી છે.

જિલ્લા એસ.પી. સુમિત કુમારના જણાવ્યા અનુસાર મોહિંદર ચાવલાની સુરક્ષા માટે હંમેશા તેની સાથે બે સુરક્ષાકર્મીઓ હાજર રહે છે. હુમલા સમયે પણ સુરક્ષાકર્મીઓ હાજર હતા. મોહિંદર ચાવલાના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આસારામ બાપુ દુષ્કર્મ મામલે રાજસ્થાનની જોધપુર જેલમાં સજા ભોગવી રહ્યો છે.