• Home
  • News
  • મહિલા કોન્સ્ટેબલને 7 માસનો ગર્ભ, પતિ પોલીસ સ્ટેશન સ્કૂટર પર મુકવા આવે છે, કોરોનાનો નહીં ખરાબ રસ્તાનો ડર
post

કપરા સમયમાં મારે મારી ફરજ પહેલા નિભાવવી છે: સોમનાથ કોસ્ટલ પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:28:58

જૂનાગઢ: સોમનાથ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નયનાબેન વાઘ હાલ પ્રેગનન્ટ છે. તેઓને 7 મહિનાનો ગર્ભ હોવા છતાં કોરોનાની મહામારીમાં પોતાની ફરજ નથી ચૂક્યા. તેઓ રોજ પોલીસ સ્ટેશન પોતાની ફરજ બજાવવા પહોંચી જાય છે. નયનાબેન સુત્રાપાડા રહે છે અને પોતાના પતિ તેને રોજ સ્કૂટર પર પોલીસ સ્ટેશન મુકી અને લઇ જાય છે. કોરોનાનો ડર નથી પરંતુ ખરાબ રસ્તાનો ડર નયનાબેનને સતાવી રહ્યો છે. નયનાબેનની ફરજની લોકો પ્રશંસા કરી રહ્યા છે. 


PI
સર મને પંખાની પણ વ્યવસ્થા કરી દીધી છે: નયનાબેન


હું 7 મહિના ગર્ભવતી છું. તેમ છતાં પણ કટોકટીના સમયમાં ફરજ પર આવું છે. સુત્રાપાડા રહેતી હોવાથી રોજ મારા પતિ મને સ્કૂટર પર મૂકી જાય અને લઈ જાય છે. ખરાબ રસ્તાને કારણે ડર તો લાગે છે. પણ મારે મારી ફરજ પહેલા નિભાવવાની છે. મને પોલીસ સ્ટેશનમાં વાયરલેસમાં રાખી છે અને પીઆઇ સાહેબે ત્યાં પંખાની પણ સુવિધા કરી દીધી છે. આવી કપરી પરિસ્થિતિમાં લોકો ઘરની બહાર ન નીકળે તે સારું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post