• Home
  • News
  • તાંત્રિક વિધિમાં મહિલાએ સર્વસ્વ ગુમાવ્યું:'4 વર્ષ મારું શોષણ કર્યું, હર્ષ સંઘવી મને ન્યાય અપાવો' ભાવનગરના તાંત્રિકે વડોદરાની મહિલા પર દુષ્કર્મ આચર્યું
post

મહિલાનું ઓપરેશન કરાયા બાદ પણ બાપુ શરીર સંબંધ બાંધવા પ્રયાસો કરતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-18 17:56:51

વડોદરા: ધંધામાં પ્રગતિ અને વધુ પૈસા કમાવવાની લાલચમાં આવેલી મહિલાએ ભાવનગરના તાંત્રિક સાથે લિવ-ઈનમાં રહેતી હતી. ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને તેણે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતાં ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મ પીડિત મહિલાએ જણાવ્યું હતું કે 4 વર્ષથી મારું શોષણ થતું હતું, જેની સામે મેં પુરાવા રજૂ કરીને ફરિયાદ નોંધાવી છે.

હર્ષ સંઘવીને મારી વિનંતી છે કે મને ન્યાય અપાવે. આ તાંત્રિક વિદ્યા કરે છે અને જબરદસ્તી શારીરિક સંબંધો બાંધે છે. શારીરિક સંબંધ ના બાંધે તો દબાણ કરે છે અને બ્લેકમેઇલિંગ કરવામાં આવે છે. તારા ઘરવાળાને કહી દઇશ કે તું કપડાં કાઢીને અમારી સામે બેઠી હતી અને તું કેરેક્ટરલેસ છો. એ રીતે હસમુખ રામાનુજ દબાણ કરીને ધમકી આપે છે.

મદદ કરવાના બહાને દુષ્કર્મ આચર્યું
હસમુખના પપ્પા વ્હોટ્સએપ કોલ પર ધમકી આપે છે કે તમે પોલીસ સ્ટેશન પર જશો અને ત્યાં ઊભા પણ રહેશો તો તમારાં કપડાં ઉતારી નાખીશ એટલી ઉપર સુધી પહોંચ છે. આવા લોકોની પહોંચ ઉપર સુધી હોય તો અમારા લોકોનું શું થાય. આ તાંત્રિક મૂળ ભાવનગરનો છે અને વડોદરામાં જેઠાભાઇ ભરૂચવાળા થકી મારા કોન્ટેક્ટમાં આવ્યો હતો અને મને જોબ અપાવશે એમ કહ્યું હતું. આ ઉપરાત હું ડિવોર્સી હોવાથી અને મારાં સંતાનો હોવાથી પૈસા માટે મદદ કરશે એમ જણાવ્યું હતું. જોકે તાંત્રિકે તે ભાઇને વચ્ચેથી હટાવીને મને ડાયરેક્ટ મદદ કરવા કહ્યું હતું.

મને ઓપન કરીને તેની સામે બેસાડી
પહેલા જોબ માટે કહ્યું, પછી પાર્લર માટે કહ્યું, એમાંથી કંઈ ન કર્યું અને પછી મને ઓપન બેસાડીને તાંત્રિક વિધિ કરવાનું કહ્યું અને પછી મારી સાથે જબરદસ્તી થઈ. વડોદરામાં જ આ બનાવ બન્યો હતો. ગોત્રીના સહજાનંદ ફ્લેટમાં 15 દિવસ હું રહી, પછી લોકડાઉન આવી ગયું અને પછી મને ભાવનગર લઈ ગયો અને કહ્યું કે ત્યાં જઇને તારું કામ કરી આપીશ અને જો તું નહીં આવે તો ફોટો લીક કરીશ. ત્યાં લઈ જઈને મને કામવાળી તરીકે રાખી હતી. મારા ઉપરાંત ઘણી મહિલાઓ છે અને મારી સાથે ભોગ બનેલી એક મહિલા તો છે જ. મને અને મારા જેવી ઘણી મહિલાઓને ન્યાય જોઇએ છે. મને સમાધાન માટે દબાણ કરે છે.

બંને પતિ-પત્નીને જેમ રહેતાં હતાં
ગોત્રી પોલીસ સ્ટશનના પીઆઇ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે છેલ્લાં 4 વર્ષથી આરોપી અને પીડિતા બંને પતિ-પત્નીની જેમ એકસાથે રહેતાં હતાં. પીડિતાએ દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

કપડાં કાઢવા પડશે, પછી પૈસાનો વરસાદ થશે
તમારે કપડાં કાઢવાં પડશે, પછી પૈસાનો વરસાદ પડશે, એમ કહી તાંત્રિક પતિએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી. ગોત્રી પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ બેવાર લગ્ન કરી ચૂકેલી અને બે સંતાનોની માતા એવી ડાઇવોર્સી મહિલા પિતાના મિત્ર દ્વારા તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજ (સરદારબાગ,બોરતલાવ, જેલ સર્કલ પાસે, ભાવનગર)ના સંપર્કમાં આવી હતી.

તાંત્રિકે મહિલાને વિશ્વાસમાં લીધી
તાંત્રિકે મહિલાને સારી નોકરી અપાવી તેને બ્યૂટિપાર્લર કરાવી આપવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે એમ જણાવ્યું હતું. આ પછી કશ્યપબાપુ ફેબ્રુઆરી-20માં વડોદરા ડેપો ખાતે આવ્યા હતા અને મારે એક દિવસ રોકાવું છે એમ મહિલાને કહ્યું હતું. જેથી મહિલા ગોત્રી વિસ્તારમાં રહેતા તેના ધર્મના ભાઈને ત્યાં લઇ ગઇ હતી. જ્યાં ભાઈને બહાર જવાનું કહીને વિધિના બહાને અન્ય રૂમમાં બાપુ લઇ ગયા હતા. સિગારેટ કાઢીને સળગાવી હતી અને મહિલાનો હાથ પકડીને કહ્યું હતું કે થોડું નડતર આવે છે એટલે તમારે કપડાં કાઢવાં પડશે. મહિલાએ પૂછ્યું હતું કે આ કેવી વિધિ છે કે મારે કપડાં કાઢવાં પડશે? આ પછી બાપુએ બળજબરીથી મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો.

બાપુ મહિલાને છોડી ફરાર થઈ ગયો
સંબંધ થઇ ગયો એટલે આપણાં લગ્ન થઇ ગયાં છે, આપણે પતિ-પત્ની થઇ ગયાં છે. હું મારાં માતા-પિતા સાથે વાત કરી લઉં, પછી તમારે ભાવનગર આવવું પડશે. આ પછી અન્ય મિત્રોને ત્યાં લઇ જઇને પણ બાપુએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. ઓક્ટોબર-22માં બાપુના ખર્ચાથી મહિલાનું અંડાશયનું ઓપરેશન કરાવ્યું હતું અને ખોડિયારનગરમાં રહેતા બાપુના મિત્રને ત્યાં પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. ઓપરેશન માટે બીજા લોકો પાસેથી પૈસા લીધા હોઈ, લોકો માગણી કરવા માટે આવતા હોવાનું કારણ દર્શાવીને બાપુ મહિલાને છોડી ફરાર થઇ ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે કશ્યપ બાપુ સામે ઇપીકો 376 મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

મહિલાનું ઓપરેશન કરાયા બાદ પણ બાપુ શરીર સંબંધ બાંધવા પ્રયાસો કરતો હતો
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓપરેશન બાદ પણ બાપુ મારી સાથે શરીર બાંધવા માટે માગણી કરતો હતો. દુખાવો હોઈ, મેં ના પાડેલી હતી, જેથી બાપુ મારી સાથે ઝઘડો કરતો હતો. એ પછી તે ગાયબ થઇ ગયો હતો. ફરિયાદમાં બાપુ સામે ગંભીર આરોપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિલાએ મારો પુત્ર તારી ઉંમરનો હોવાનું કહ્યું હતું
તાંત્રિક વિધિના બહાને જ્યારે બાપુએ સંબંધ બાંધવાની વાત કરી ત્યારે મહિલાએ કહ્યું, મારો છોકરો તમારી ઉંમરનો છે. ત્યારે બાપુએ કહ્યું, આ બધું હું કાંઈ જાણતો નથી. કુંડામાં બેઠા એટલે વિધિ તો કરવી જ પડશે. વિધિ વગર અહીંથી નહીં ઉઠાય.

મહિલાનાં અગાઉ બેવાર લગ્ન થયેલાં છે
ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનારી મહિલાનાં અગાઉ બે વાર લગ્ન થયેલાં છે અને એને પ્રથમ પતિથી બે સંતાનો પણ થયાં હતાં. પ્રથમ પતિના લગ્નેતર સંબંધને કારણે અને બીજા પતિને દારૂની ટેવ હોવાથી મહિલાના છૂટાછેડા થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post