• Home
  • News
  • સંયુકત રાષ્ટ્રમાં ભારતે ફરી ચીનને આપ્યો ઝાટકો, ECOSOCમાં આગામી ચાર વર્ષ સુધી રહેશે સભ્ય
post

ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમેન માટે ચૂંટણી લડી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 09:54:44

ભારતે ચીનને એક વખત ફરીથી ઝાટકો આપ્યો છે. ચીનને માત આપતા આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) ની સંસ્થા યુનાઇટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમેનના સભ્ય તરીકે ભારતને પસંદ કરાયું છે. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિ એ તેની માહિતી આપી છે.

ટીએસ તિરૂમૂર્તિ એ કહ્યું કે પ્રતિષ્ઠિત ECOSOC એકમમાં ભારતે સીટ જીતી છે. ભારતને કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમેન (સીએસડબલ્યુ)ના સભ્ય તરીકે પસંદ કરાયું છે. આ આપણા તમામ પ્રયાસોમાં લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આપણી પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. આપણે સભ્ય દેશોને તેમના સમર્થન માટે ધન્યવાદ કરીએ છીએ.


આપને જણાવી દઇએ કે ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમેન માટે ચૂંટણી લડી હતી. તેમાં ભારત અને અફઘાનિસ્તાને 54 સભ્યોની સાથે મતદાનમાં જીત પ્રાપ્ત કરી, જ્યારે ચીને કારમી હારનો સામનો કરવો પડ્યો. ચીન અડધા વોટ પણ મેળવી શકયું નહોતું.

ચાર વર્ષ માટે સભ્ય

આપને જણાવી દઇએ કે બેઇજિંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓન વુમેન (1995)ની આ વર્ષે 25મી વર્ષગાંઠ છે. આ અવસર પર ચીનને ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. તો તેની સાથે જ હવે ભારત ચાર વર્ષ માટે આ આયોગનું સભ્ય રહેશે. 2021થી લઇ 2025 સુધી ભારત યુનાઇટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમેનનું સભ્ય રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post