• Home
  • News
  • મહિલા વન-ડે:18 વર્ષીય ઋચા ઘોષ સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય, 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
post

ઋચા ઘોષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી વન-ડેમાં 26 બોલમાં અડધી સદી ફટકારી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-23 10:46:41

નવી દિલ્લી: ભારતીય મહિલા ટીમની વિકેટકીપર બેટર ઋચા ઘોષે ટીમ મુશ્કેલ સ્થિતિમાં હતી એવા સમયે અડધી સદી ફટકારી. વરસાદના વિઘ્નને કારણે વન-ડે મેચને 20-20 ઓવરની કરવામા આવી. જ્યારે ઋચા ક્રિઝ પર ઉતરી ત્યારે ભારતનો સ્કોર 19 રનમાં 4 વિકેટ હતો. તેણે 26 બોલમાં અડધી સદી પૂર્ણ કરી.

ઋચાએ મિતાલી (30) સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી. જ્યારે ઋચા (52) ક્રિઝ પર હતી ત્યારે ટીમનો રનરેટ 11 રન પ્રતિ ઓવરથી વધુ હતો. ઋચા ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની. તેણે રુમેલી ધરનો 2008માં બનાવેલો રેકોર્ડ તોડ્યો.

રુમેલીએ શ્રીલંકા સામે 29 બોલમાં અડઝી સદી ફટકારી હતી. જોકે ભારતીય ટીમ મેચ 63 રને હારી હતી. કિવી ટીમના 191/5 સામે ભારતીય મહિલા ટીમ 128માં ઓલઆઉટ થઈ હતી.

વર્લ્ડ કપ અગાઉ બોલિંગ સૌથી મોટી નબળાઈઃ મિતાલી
ભારતીય કેપ્ટન મિતાલી રાજે સ્વીકાર્યું કે, વર્લ્ડ કપ અગાઉ બોલિંગ ટીમ મેનેજમેન્ટની મોટી ચિંતા છે. મિતાલીએ કહ્યું કે,‘અમે ઝડપી અને સ્પિન બોલિંગ કોમ્બિનેશનને અજમાવી રહ્યા છીએ. અમારી બોલિંગ સંપૂર્ણ પ્રવાસ દરમિયાન લાઈન અને લેન્થ જાળવી શકી નહીં. બોલર્સના સ્પેલ સારા ન રહ્યા. જોકે અમે અહીં સ્થિતિ અનુસાર ઢળવાનો પ્રયાસ કરી રહ્યા છે.જોકે મિતાલીએ શેફાલી વર્મા અને ઋચા ઘોષ જેવી યુવા ખેલાડીઓને સમર્થન આપ્યું.