• Home
  • News
  • પહેલીવાર વુમન્સ અંડર-19 T20 વર્લ્ડ કપ યોજાશે:BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી, શેફાલી વર્મા કેપ્ટન; 29 જાન્યુઆરીએ ફાઈનલ
post

આ પહેલા વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ ભાગ લેશે. ટીમ ઈન્ડિયાને યજમાન સાઉથ આફ્રિકા, UAE અને સ્કોટલેન્ડની સાથે ગ્રુપ-Dમાં રાખવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-05 18:51:27

BCCIએ અંડર-19 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. સિનિયર ટીમમાં પોતાની પ્રતિભા સાબિત કરનારી હરિયાણાની શેફાલી વર્માને ટીમની કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે.

વર્લ્ડમાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા ICC પહેલી વખત મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 14થી 29 જાન્યુઆરી દરમિયાન સાઉથ આફ્રિકામાં રમાશે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે 5 મેચની T20 સિરીઝ પણ રમશે. આ સિરીઝને વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બોર્ડે T20 સિરીઝ માટે પણ વર્લ્ડ કપની ટીમ જ રાખી છે. T20 સિરીઝ 27 ડિસેમ્બરથી શરૂ થશે. જ્યારે છેલ્લી મેચ 4 જાન્યુઆરી 2023ના રોજ રમાશે.

પ્રથમ વર્લ્ડ કપમાં 16 ટીમ ભાગ લેશે
આ પહેલા વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ ભાગ લેશે. ટીમ ઈન્ડિયાને યજમાન સાઉથ આફ્રિકા, UAE અને સ્કોટલેન્ડની સાથે ગ્રુપ-Dમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમ સુપર સિક્સમાં પ્રવેશ કરશે. સુપર સિક્સમાં ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી બે ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. બન્ને સેમિફાઈનલ 27 જાન્યુઆરીએ એક જ મેદાન પર રમાશે. ત્યારપછી 29 જાન્યુઆરીએ ફાઈનલ રમાશે.

વર્લ્ડ કપ માટે અંડર-19 ટીમ
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઇસકેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેહદીયા, હર્લે ગાલા, હર્ષિતા બસુ (વિકેટકીપર), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચના દેવી , પાર્શ્વી ચોપરા , તીતા સાધુ , ફલક નાઝ , શબનમ એમ.ડી.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: શિખા, નજલા સીએમસી, યશશ્રી.

સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટેની અંડર-19 ટીમ
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઇસકેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેહદીયા, હર્લે ગાલા, હર્ષિતા બસુ (વિકેટકીપર), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચના દેવી , પાર્શ્વી ચોપરા , તીતા સાધુ , ફલક નાઝ , શબનમ એમ.ડી.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: શિખા, નજલા સીએમસી, યશશ્રી.

 

adv

Related News

post
post
post
post
post
post
post