• Home
  • News
  • મહિલાઓ સાવધાન, ફ્લેટના પાર્કિંગમાં બેસીને વાતો કરશો તો પોલીસ પકડી જશે, 8 મહિલાની ધરપકડ
post

અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી લોકો પર નજર રાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-30 10:59:34

અમદાવાદ: કોરોના વાઇરસના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા હોવાનું અને હોટસ્પોટ હોવાનું કહ્યું છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળતા અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી નજર રાખે છે. હવે મહિલાઓ પણ સાવધાન થઈ જજો. ફ્લેટના પાર્કિંગ કે સોસાયટીમાં ભેગા થઈ વાતો કરશો તો પણ પોલીસ ધરપકડ કરી લેશે. 

 

વસ્ત્રાપુર પોલીસે હવે શકમબા ટાવરમાં આવેલ પાર્કિંગમાં ભેગા મળી વાતો કરતી આઠ મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 50થી વધુ ગુના નોંધાયા છે અને 200થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘાટલોડિયા,સાબરમતી, વસ્ત્રાપુર, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુર,  પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post