• Home
  • News
  • World Cup 2023 : વર્લ્ડ કપમાં સદી ફટકારનાર કોહલી સૌથી યુવા ભારતીય, આ ઇન્ડિયન પ્લેયરે 38 વર્ષે ફટકારી હતી
post

ભારત તરફથી રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-17 18:21:48

World Cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2023માં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં તેને જીત મળી છે. ભારત તરફથી રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. ભારત તરફથી આગામી મેચોમાં પણ ભારતીય ખેલાડીઓ સદી ફટકારશે પરંતુ આ ટુર્નામેન્ટના ઈતિહાસ(Virat Kohli Youngest To Score century In ODI World Cup)માં ભારત તરફથી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન વિરાટ કોહલી છે જયારે ભારત માટે ODI World Cupમાં સદી ફટકારનાર સૌથી વરિષ્ઠ ખેલાડી સુનીલ ગાવસ્કર છે. ખાસ વાત એ છે કે કોહલી અને ગાવસ્કરનો આ રેકોર્ડ અત્યાર સુધી તૂટ્યો નથી.

કોહલીએ 22 વર્ષ 106 દિવસની ઉંમરે સદી ફટકારી 

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ODI World Cupમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન છે અને તેણે આ પરાક્રમ વર્ષ 2011માં કર્યું હતું જ્યારે ભારતમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલીએ આ કારનામું 19 ફેબ્રુઆરી 2011ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુરમાં કર્યું હતું અને તે સમયે તેની ઉંમર 22 વર્ષ 106 દિવસ હતી. તે મેચમાં કોહલીએ બાંગ્લાદેશ સામે 83 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં ભારતને 87 રનથી જીત મળી હતી.

ગાવસ્કરે ન્યુઝીલેન્ડ સામે ફટકારી હતી સદી

ODI World Cupના ઈતિહાસમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી વરિષ્ઠ બેટ્સમેન સુનીલ ગાવસ્કર છે. ગાવસ્કરે આ કારનામું 38 વર્ષ અને 113 દિવસની ઉંમરે કર્યું હતું. ગાવસ્કરે 31 ઓક્ટોબર 1987માં ન્યુઝીલેન્ડ સામે નાગપુરમાં સદી ફટકારી હતી. તે મેચમાં ગાવસ્કરે 88 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 103 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ મેચ ભારતે 9 વિકેટથી જીતી હતી. 


adv

Related News

post
post
post
post
post
post
post