• Home
  • News
  • World Cup 2023: મુરલીધરનની ચોંકાવનારી ભવિષ્યવાણી, વર્લ્ડ કપના માત્ર 3 સેમીફાઈનલિસ્ટ કર્યા પસંદ, જાણો કયા કયા?
post

મુથૈયા મુરલીધરન ટેસ્ટમાં સૌથી વધુ 800 વિકેટ લેનાર બોલર છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-30 18:07:06

World Cup 2023 : શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને વર્લ્ડ કપ 2023(Muttiah Muralitharan Prediction )ને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેણે એવી ટીમોના નામ જણાવ્યા છે જે સેમિફાઈનલમાં પહોંચી શકે છે. જો કે તેણે જે ટીમોને આ લિસ્ટમાં સામેલ કર્યા છે તે માત્ર(3 Semifinalist For World Cup 2023) ત્રણ જ ટીમો છે. તેણે ચોથો સ્થાન ખાલી રહેવા દીધો છે જેમાં કોઈપણ ટીમની એન્ટ્રી થઇ શકે છે. તે શ્રીલંકાને સેમિફાઈનલમાં પહોંચવા માટે દાવેદાર નથી માની રહ્યો પરંતુ તેણે આ શક્યતાને સંપૂર્ણપણે નકારી પણ નથી. 


આ ટીમો સેમિફાઈનલની પ્રબળ દાવેદાર

મુરલીધરનના પ્રમાણે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલના પ્રબળ દાવેદાર છે. તેણે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ''હું ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલ માટે દાવેદાર માનું છું અને ચોથી ટીમ કોઈ પણ હોઈ શકે છે. આ ત્રણેય પાસે વધુ તકો છે. પરંતુ ક્યારે શું થશે તે કોઈ જાણતું નથી. ક્રિકેટમાં નસીબનું ઘણું મહત્વ છે. જેમ આપણે ગયા વર્લ્ડ કપમાં જોયું હતું. અમને લાગતું હતું કે ન્યૂઝીલેન્ડ જીતશે પરંતુ ઇંગ્લેન્ડને ભાગ્યનું સાથ મળ્યું અને ટ્રોફી જીતી.

ઉપમહાદ્વીપની ટીમોને ફાયદો થશે

મુરલીધરનથી જયારે પૂછવામાં આવ્યું કે શું તમને નથી લાગતું કે વર્લ્ડ કપ 2023માં ઉપમહાદ્વીપની ટીમોને ફાયદો થશે, તો તેના જવાબમાં તેણે કહ્યું, "ચોક્કસપણે ઉપમહાદ્વીપની ટીમોને સ્પિન-ફ્રેન્ડલી પિચના કારણે ફાયદો થશે અને તેમના બેટ્સમેન પણ સ્પિન રમવા માટે ટેવાયેલા છે." વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ભારતમાં થશે. 


adv

Related News

post
post
post
post
post
post
post