• Home
  • News
  • વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે રિવરફ્રન્ટ પર કરાવ્યું ફોટોશૂટ, ICCએ શેર કર્યા ફોટો
post

પોલીસ સુરક્ષા સાથે રિવરફ્રન્ટ પર યોજવામાં આવ્યો આ કાર્યક્રમ

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-20 17:33:16

Australian Cricket Team To Visit Sabarmati Riverfront : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં ગઈકાલે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં કરોડો ક્રિકેટ ફેન્સનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં આજે ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટનએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. અહીં અક્ષર રિવર ક્રુઝમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ફોટાશુટ કરાવ્યું હતું. આ કારણે અટલ બ્રીજના રસ્તોઓ પણ બંધ રાખવામાં આવ્યા હતા. 

ઓસ્ટ્રેલિયન કેપ્ટને રિવરફ્રન્ટ પર કરાવ્યું ફોટોશૂટ 

એકદમ લોખંડી સુરક્ષા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટનએ રિવરફ્રન્ટમાં અટલ બ્રીજ દેખાઈ તે રીતે ક્રુઝ પર વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટો શુટ કરાવ્યા બાદ ગુજરાતી ફૂડની મજા માણી હતી. ક્રુઝમાં BCCIની ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયન કેપ્ટનું ઈન્ટરવ્યુ પણ કરાયું. 

  

મિચેલ માર્શે કર્યું ટ્રોફીનું અપમાન

ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર મિચેલ માર્શના શરમજનક કૃત્યથી લોકો નારાજ છે અને સોશ્યલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. માર્શની આ તસવીર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ જોઇને ભારતીય ફેન્સ ભડકી ગયા અને થોડી જ વારમાં આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સોશ્યલ મીડિયા યુઝર્સે ટ્રોફી સાથે માર્શના આ પોઝને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેણે ટ્રોફીનું અપમાન કર્યું છે. માર્શના આ કૃત્યને લોકો ઓસ્ટ્રેલિયન ટીમનો ઘમંડ ગણાવી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post