• Home
  • News
  • World Heart Day 2023: વર્લ્ડ હાર્ટ ડે શા માટે મનાવવામાં આવે છે, જાણો તેનો ઈતિહાસ, મહત્વ અને થીમ
post

દર વર્ષે આ દિવસને સેલિબ્રેટ કરવા માટે એક અલગ થીમ નક્કી કરવામાં આવે છે. વર્ષ 2023ની થીમ છે 'Use Heart, Know Heart'.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-29 17:23:38

હૃદય આપણા શરીરનું ખૂબ મહત્વનું અંગ છે. જેના દ્વારા જ શરીરના તમામ અંગોમાં ઓક્સિજન પહોંચે છે. તેથી તેને હેલ્ધી રાખવુ ખૂબ જરૂરી છે પરંતુ થોડા સમયથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ અને હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન લોકોના જીવનને બચાવવા અને તેમને હાર્ટની સમસ્યાઓને લઈને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. 

વર્લ્ડ હાર્ટ ડે નો ઈતિહાસ

હાર્ટ સંબંધિત બીમારીઓ અને હાર્ટ એટેકના ઝડપથી વધતા બનાવોને જોતા એન્ટની બેયસ ડી લૂનાએ વર્લ્ડ હાર્ટ ડે મનાવવાનો વિચાર સૌથી પહેલા આપ્યો હતો. વર્ષ 1997થી 1999 સુધી વર્લ્ડ હાર્ટ ફેડરેશનના અધ્યક્ષ રહેલા એન્ટની બેયસ ડી લૂનાએ સપ્ટેમ્બરના અંતિમ રવિવારે વર્લ્ડ હાર્ટ ડે માટે પસંદ કર્યો હતો. જે બાદ વર્લ્ડ હાર્ટ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મળીને આ દિવસને મનાવવાની શરૂઆત કરી. પહેલા વર્લ્ડ હાર્ટ ડે વર્ષ 2000માં 24 સપ્ટેમ્બરે મનાવવામાં આવતો હતો પરંતુ બાદમાં આ તારીખને બદલીને 29 સપ્ટેમ્બર કરી દેવાઈ ત્યારથી દર વર્ષે આ દિવસ 29 સપ્ટેમ્બરે જ સેલિબ્રેટ કરવામાં આવે છે.

વર્લ્ડ હાર્ટ ડે ની થીમ

દર વર્ષે આ દિવસને સેલિબ્રેટ કરવા માટે એક અલગ થીમ નક્કી કરવામાં આવે છે. વર્ષ 2023ની થીમ છે 'Use Heart, Know Heart'. આ થીમને વર્લ્ડ હાર્ટ ફેડરેશને સર્વસંમતિથી જાહેર કર્યો છે. દર વર્ષે આ અવસર પર લોકોને જાગૃત કરવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. ઘણા સ્થળોએ કેમ્પ લગાવીને હાર્ટના આરોગ્ય સંબંધિત જરૂરી તપાસ વગેરે કરવામાં આવે છે અને લોકોને હાર્ટને હેલ્ધી રાખવાની રીત જણાવવામાં આવે છે. 

શું છે વર્લ્ડ હાર્ટ ડે નું મહત્વ

હાર્ટ સંબંધિત બીમારીઓનું મુખ્ય કારણ ખાણીપીણી, અયોગ્ય લાઈફસ્ટાઈલ અને ફિઝિકલ વર્કઆઉટ ન કરવુ અને સ્મોકિંગને માનવામાં આવે છે. WHOના આંકડા દર્શાવે છે કે દર વર્ષે લગભગ 1 કરોડ 79 લાખ લોકોના મૃત્યુ માત્ર કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝના કારણે થઈ રહ્યા છે. કોવિડ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે. દરમિયાન હાર્ટના આરોગ્ય પ્રત્યે એલર્ટ રહેવુ ખૂબ જરૂરી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post