• Home
  • News
  • વિશ્વની નંબર-1 એશ્લે બાર્ટીએ 25 વર્ષની ઉંમરે ટેનિસને કહ્યું અલવિદા
post

બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનમાં 1-1 વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-23 11:29:51

નવી દિલ્હી: બાર્ટી હાલમાં વિશ્વની નંબર વન ખેલાડી છે. મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટી (Ashleigh Barty)એ નિવૃત્તિની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં તે નિવૃત્ત થઈ જશે તેવી કોઈને આશા નહોતી. તેના આ નિર્ણયથી ચાહકોની સાથે સાથે ટેનિસ જગતના તમામ દિગ્ગજો પણ ચોંકી ગયા હતા. બાર્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ શેર કરીને પોતાના નિર્ણયની જાણકારી ચાહકોને આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, તે 24 માર્ચના રોજ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે જાહેરાત કરશે.

25 વર્ષીય એશ્લી બાર્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ શેર કરતા લખ્યું હતુ કે, 'આજનો દિવસ મારા માટે મુશ્કેલ અને ભાવનાત્મક દિવસ છે કારણ કે મેં પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મને ખબર ન હતી કે, આ સમાચાર તમારી સાથે કેવી રીતે શેર કરવા, તેથી મારા સારા મિત્ર કાસાડેલેકુઆને મદદ કરવા કહ્યું હતું. 

તેમણે આગળ લખ્યું કે, મેં મારું સર્વસ્વ આ રમતને આપી દીધું છે તેના માટે હું ખૂબ જ આભારી છું. હું ગર્વ અનુભવું છું. આ સફરમાં મને સાથ આપનાર દરેકનો આભાર, અમે સાથે મળીને જે યાદગાર ક્ષણો બનાવી છે તેના માટે હું હંમેશા આભારી રહીશ.' 3 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન એશ્લે બાર્ટી ઓસ્ટ્રેલિયાની છે. તેમણે તે જ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનું મહિલા સિંગલ ટાઈટલ જીત્યું હતું.

બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનમાં 1-1 વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. તેમણે વર્ષ 2019માં ફ્રેન્ચ ઓપન જીતી પછી 2021 માં વિમ્બલડન અને તે જ વર્ષે એટલે કે 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની હતી. તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.