• Home
  • News
  • વિશ્વનો નંબર-1 જોકોવિચનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
post

ટૂર્નામેન્ટમાં ત્રણ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવ, બોર્ના કોરિચ અને વિક્ટર ત્રોઈકીએ ભાગ લઈ ચુક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 12:11:10

સર્બિયાના નોવાક જોકોવિચ (33)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે જાતે જ આ વાતની મંગળવારે પૃષ્ટી કરી છે. વર્લ્ડ નંબર-1 જોકોવિચે વાઈરસની સ્થિતિ વચ્ચે એક્ઝિબિશન એડ્રિયા ટૂર ચેરિટી ટૂર્નામેન્ટનું આયોજન કરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ત્રણ ખેલાડી અગાઉથી જ સંક્રમિત થઈ ચુક્યા છે. આ ખેલાડી બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવ, ક્રોએશિયાના બોર્ના કોરિચ અને સર્બિયાના વિક્ટર ત્રોઈકી છે. વિક્ટરની ગર્ભવતી પત્નીનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.


જોકોવિચે કોરોના પોઝિટિવ દિમિત્રોવ સાથે બાસ્કેટબોલ રમ્યો હતો
આ તમામ સ્થિતિ વચ્ચે બ્રિટનના ખેલાડી ડેન ઈવાંસે વર્લ્ડ નંબર-1 જોકોવિચને જ જવાબદાર ગણાવ્યો છે. ગયા સપ્તાહે સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થયો હતો. તેમા દિમિત્રોવ સાથે જોકોવિચ, એલેક્ઝાન્ડર જ્વેરેવ અને મેરિન સિલિચ બાલ્કેટબોલ રમતા દેખાયા હતા.


 
દિમિત્રોવે સાથી ખેલાડીઓનો ટેસ્ટ કરવાની વાત કહી
દરમિયાન દિમિત્રોવે ઈસ્ટાગ્રામ પર કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે હું મારા ફેન્સ અન મિત્રોને જાણકારી આપવા માંગતો હતો કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઈચ્છું છું કે જે લોકો વીતેલા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા તેમણે ચોક્કસપણે સાવચેતીના ભાગરૂપે તેમનો ટેસ્ટ કરાવવો. જો મારે લીધે તમને કોઈ નુકસાન થયું હોય તો હું માફી માંગુ છું. હું રિકવર થઈ રહ્યો છું. તમારા તરફથી જે સહયોગ મળ્યો તે બદલ આભાર.


 
જોકોવિચે 17 ગ્રાન્ડ સ્લેમ જીત્યા
જોકોવિચે આ વર્ષની શરૂઆતમાં રેકોર્ડ 8મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઈનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને 6-4, 4-6,2-6,6-3,6-4થી હરાવ્યો હતો. જોકોવિચના નામે 17 ગ્રાન્ડ સ્લેમ છે. તેમણે 8 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 વિમ્બલ્ડન, 1 ફ્રેંસ ઓપન અને 3 US ઓપનમાં જીત મેળવી હતી.