• Home
  • News
  • નાગપુરમાં દુનિયાની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિએ દેશવાસીઓને ઘરમાં જ રહેવા વિનંતી કરી
post

દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે, તેવામાં આટલા સમય સુધી 130 કરોડ લોકોને ઘરમાં જ રાખવા એક મોટી પરીક્ષા જેવું કામ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 09:15:42

નાગપુર: દુનિયાની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમ્ગેએ કોરોના વાઇરસથી બચવા માટે લોકોને ઘરે રહેવા માટે અપીલ કરી છે. 27 વર્ષીય જ્યોતિ 62.8 સેમી સાથે દુનિયાની સૌથી ઓછી ઉંચાઈ ધરાવતી મહિલાનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું ટાઈટલ ધરાવે છે.

જ્યોતિએ સોમવારે મહારાષ્ટ્રના નાગપુર પોલીસે સાથે ફેસ માસ્ક પહેરીને દેશવાસીઓને લોકડાઉનમાં ઘરે જ રહેવાનું કહ્યું હતું. તેણે કહ્યું કે, હાલ દેશના પોલીસ ઓફિસર્સ, હેલ્થ વર્કર અને મિલિટરી ઓફિસર્સ અને મેડિકલ સ્ટાફ તેમનું જીવન કોરોના વાઈરસના જોખમમાં મૂકીને આપણા જીવ બચાવી રહ્યા છે. હું પણ લોકોને વિનંતી કરું છું કે સોશિયલ ડિસ્ટન્સ રાખો અને કામ વગર ઘરની બહાર ન નીકળો. 

દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે, તેવામાં આટલા સમય સુધી 130 કરોડ લોકોને ઘરમાં જ રાખવા એક મોટી પરીક્ષા જેવું કામ છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 11, 510 પોઝિટિવ કેસ અને 394 લોકો મોતને ભેટ્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post