• Home
  • News
  • 'તું ડાકણ છો,' કહી જેઠ-જેઠાણી લાકડી લઈ તૂટી પડ્યાં, મહિલાને નિર્વસ્ત્ર કરી ઢસડીને ઢોરમાર માર્યો
post

માર માર્યા હોવાની તસવીરોના પુરાવા સાથે SPને રજૂઆત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-23 18:57:49

અરવલ્લી: 21મી સદીમાં એક તરફ ડીઝીટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે. ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનો અંધશ્રદ્ધા તરફ વળેલા જોવા મળી રહ્યાં છે. ભણેલા ગણેલા લોકોમાં પણ અંધશ્રદ્ધા જોવા મળે છે. ત્યારે અંધશ્રદ્ધાની એક હચમચાવી નાખતી ઘટના ભિલોડા તાલુકાના ગાઢિયા ગામે સામે આવી છે. ગાઢિયા ગામે એક મહિલા ઉપર તેના જ જેઠ-જેઠાણી અને પરિજનોએ ડાકણના વહેમમાં ઢોર માર માર્યો હતો.

જેઠ-જેઠાણીએ કંપની રચી ઢસડી ઢોર માર માર્યો
ભિલોડા તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલા ઘરમાં એકલી હતી. ત્યારે તેના સગા જેઠ-જેઠાણી અને અન્ય બીજા 4 લોકો ભેગા મળી તે પરણીતાના ઘરે મંડળી રચી ગયા હતા. મહિલા ઘરમાં એકલી હતી ત્યારે બે ઈસમો અને એક મહિલા પરણીતાના ઘરમાં ગયા અને તું ડાકણ છે એમ કહી માર માર્યો હતો. આરોપી મહિલાએ કહ્યું કે, 'મારો પતિ બીમાર છે... એને તું સાજો કર તું ડાકણ છે. તું મારા પતિને ખાઈ જાય છે'. એમ કહી ઢોર માર માર્યો મારતા-મારતા ઢસડતા લઈ ગયા હતા.

કુભી સાથે આ પરણીતાને બાંધી નિર્વસ્ત્ર કરી
મહિલાને ઢસડી-ઢસડીને મારીને ગામના ચોરે આવેલા એક કુભી સાથે આ પરણીતાને બાંધી નિર્વસ્ત્ર કરી. બાદમાં ધારીયા અને લાકડી વડે 6 શખ્સો તેના પર તૂટી પડ્યા હતા. ડાકણના વહેમમાં મહિલા પર તેના જ સગાઓએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

માર માર્યા હોવાની તસવીરોના પુરાવા સાથે SPને રજૂઆત કરી
પરણીતાની દીકરી સ્કૂલેથી ઘરે આવતાં આસપાસના પફોશીઓએ ઘટના અંગે વાત કરી એટલે દીકરીએ 108 માં વાત કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં આવી ના હતી. શામળાજી પોલીસ મથકે ભોગ બનનાર મહિલાની ફરિયાદ ન લેતાં હોવાના પરિજનોએ આક્ષેપ પણ કર્યો છે. તેઓનું કહેવું છે કે આરોપીઓના સગા પોલીસમાં હોવાથી શામળાજી પોલીસે અરજી લેવા ઈન્કાર કર્યો હતો. જેથી તેઓ આજે મોડાસા ખાતે SPને રજૂઆત કરવા પહોંચ્યા અને એક મહિલા સહિત કુલ 6 લોકો સામે ફરીયાદ દાખલ કરી ન્યાયની માગ કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post