• Home
  • News
  • ઘરે બેસીને પણ જોઇ શકો છો સાપુતારાના સર્પગંગા તળાવથી સૂર્યાસ્ત...
post

કૃત્રિમ બતકોની હોડી શાંત, સાચા બતકો ટહેલે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 10:06:57

સાપુતારા: લોકડાઉનથી લોકો ઘરમાં લોક થઇ જતા પ્રદુષણ મુક્ત વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. નદી-તળાવો વર્ષો સુધી જોવા ન હતા મળ્યા તેવા સ્વચ્છ અને નિર્મળ ભાંસી રહ્યાં છે. પ્રકૃતિ પ્રેમીઓ પણ હાલ ઘરમાં જ હોય કુદરતની ખીલેલી સુંદરતાને માણી શકતા નથી. પરંતું આપ ઘરે બેઠા સાપુતારાના સર્પગંગા તળાવેથી સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો જોઇ શકો છો, સર્પગંગા તળાવમાં કે જ્યાં સામાન્ય દિવસોમાં પ્રવાસીઓની ભીડ હોય અને બતક આકારની હોડીઓ તરતી હોય ત્યાં લોકડાઉનથી છવાયેલી શાંતિમાં કૃત્રિમ બતકની હોડીઓ શાંત થઇ ગઇ છે અને સાચા બતક પાણીમાં ટહેલતા જોવા મળી રહ્યાં છે. સર્પગંગા તળાવે સનસેટ સાથે શાંત તળાવમાં શીતળ સૂર્ય કિરણો, તળાવમાં મહાલતા બતકો અને ફરતે ખીલેલા હરિયાળા વૃક્ષો અને દૂર હોવા છતાં સ્વચ્છ વાતાવરણના કારણે નજીક દેખાતા ડુંગરોનો નજારો દરેક પ્રકૃતિ પ્રેમીની આંખોને ઠંડક પહોંચાડે છે.