• Home
  • News
  • કોરોનામાં યુવકો પણ મોતને ભેટી રહ્યા છે, શહેરમાં મૃત્યુ પામેલા 324 પૈકી 14 લોકોની ઉંમર 40થી ઓછી હતી
post

કોરોનામાં ફક્ત મોટી ઉંમરના લોકોના જ મોત થાય છે એ ગલતફેમી દૂર કરી દેજો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 10:09:10

સુરત: સુરતમાં અત્યાર સુધીમાં 324 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. જે પૈકી 14 લોકોની ઉંમર 40 વર્ષ કે તેથી ઓછી હતી. કોરોનામાં માત્ર મોટી ઉંમરના લોકો જ મોતને ભેટે છે એ માન્યતાનો છેદ ઉડી ગયો છે. શનિવારે પણ કતારગામનો 32 વર્ષીય યુવક કોરોનાની ભેટ ચડી ગયો હતો. અત્યાર સુધીમાં 21 વર્ષથી 30 વર્ષ સુધીના 2 અને 31થી 40 વર્ષ વચ્ચેની ઉંમરના 12 લોકો કોરોનાની ભેટ ચડી ચુક્યા છે.

કતારગામની યુવતી (32)એ સિવિલ હોસ્પિ.માં દમ તોડ્યો

કતારગામના 32 વર્ષીય યુવતી 8મીએ સિવિલમાં દાખલ થઈ હતી. યુવતીમાં ન્યુમોનિયાના લક્ષણો પણ હતા. શનિવારે સારવાર દરમિયાન યુવતીએ દમ તોડી દીધો હતો.

મોરાનો યુવક (28) ટૂંકી સારવારમાં મોતને ભેટ્યો

મોરા ગામમાં રહેતા 28 વર્ષીય યુવકને કોરોનાની સાથે  ન્યુમોનિયા, કિડની અને લીવરની બીમારી હતી. 9 તારીખે યુવકનું સારવાર દરમિયાન મૉત નીપજ્યું હતું.

પંડોળના યુવક (28)ને લીવરની બીમારી હતી

એપ્રિલમાં પંડોળના 28 વર્ષીય યુવકને લીવરની બીમારી હતી. કોરોનાનો ચેપ લાગતા અઠવાડિયામાં જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 મોટે ભાગના કિસ્સામાં દર્દી અન્ય બીમારીથી પીડાતા હોય છે અને કોરોનાનો ચેપ લાગતા મોત નીપજે છે. ઘણા કિસ્સામાં દર્દીને કોરોના હોવાનું મોડે સુધી છતું ન થતા આખરી તબક્કામાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.-ડો.અમિત ગામીત,પ્રોફેસર,મેડિસિન વિભાગ,સિવિલ હોસ્પિટલ

adv

Related News

post
post
post
post
post
post
post