• Home
  • News
  • પુનરાગમન માટે તૈયારી:યુવરાજ સિંહે ક્રિકેટમાંથી નિવૃતિ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો,BCCI અધ્યક્ષ સૌરવ ગાંગલીને પત્ર લખ્યો
post

યુવરાજના પિતા પણ ઈચ્છતા ન હતા કે દિકરો આટલો વહેલો ક્રિકેટમાંથી નિવૃતિ લે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 11:47:37

વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચુકેલા આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહે પંજાબ ક્રિકેટ સંઘ (PCA)ની વિનંતીને ધ્યાનમાં લઈ ક્રિકેટમાંથી જે નિવૃતિ લીધી હતી તે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2011ના વિશ્વ કપના 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' બનેલા યુવરાજે ગયા વર્ષના જૂન મહિનામાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. PCAના સચિવ પુનીતબાલી પ્રથમ એવી વ્યક્તિ હતા કે જેમણે 38 વર્ષિય યુવરાજને પંજાબ ક્રિકેટના હિત માટે નિવૃતિ પાછી ખેંચવા માટે વિનંતી કરી હતી. "Cricbuzz" ને યુવરાજે કહ્યું કે શરૂઆતમાં હું આ બાબતને સ્વીકારવા માટે તૈયાર ન હતો.

તેમણે કહ્યું કે હું ઘરેલુ ક્રિકેટ રમવાનું બંધ કર્યું હતું, પણ હું વિશ્વભરમાં અન્ય ઘરેલુ ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાનું જાળવી રાખવા ઈચ્છતો હતો. દરમિયાન યુવરાજે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આ અંગે પત્ર લખ્યો છે. પુનીલ બાલીએ કહ્યું કે હું જાણુ છું કે તેમણે નિવૃતિ પાછી લેવા માટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને એક પત્ર લખ્યો છે. ગઈકાલે એવા સમાચાર આવ્યા હતા કે તે બિગ બેશળ લીગમાં રમવા ઈચ્છે છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેમના માટે એક ટીમ પણ શોધી રહી છે. BCCIના નિયમો પ્રમાણે ફક્ત સંન્યાસ લેનારા ક્રિકેટર જ વિદેશી લીગમાં રમી શકે છે.

યુવરાજના પિતા પણ ઈચ્છતા ન હતા કે દિકરો આટલો વહેલો ક્રિકેટમાંથી નિવૃતિ લે
યુવરાજના પિતા યોગરાજે સિંહે કહ્યું કે તે 20 વર્ષની સ્પર્ધાત્મક ક્રિકેટ બાદ ગયા વર્ષે નિવૃત થયો હતો અને આ તેનો વ્યક્તિગત નિર્ણય હતો. હું તેમા દરમિયાનગીરી કરી શકું નહીં. પણ તે સમયે પણ મને લાગતુ હતું કે યુવરાજે હજુ ક્રિકેટમાંથી નિવૃતિ લેવી જોઈએ નહીં.

માતાએ કહ્યું યુવરાજમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન યથાવત જ છે
યુવરાજની માતા શબનમ સિંહે પણ કહ્યું કે છે કે યુવરાજમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન યથાવત છે. તે બે દિવસમાં દુબઈથી પરત આવી રહ્યો છે અને ત્યારબાદ આ અંગે લાંબી વાતચીત કરશું. તમે જે સમાચાર સાંભળ્યા છે તે સાચા છે.