• Home
  • News
  • યુવરાજસિંહના સાળાએ વટાણા વેર્યા:પોલીસ સમક્ષ કબૂલાત કરી કે 'અમે મારા ભાઈની ઓફિસે એક કરોડની ડીલ કરી હતી', પોલીસે 38 લાખ જપ્ત કર્યા
post

કાનભા ગોહિલને કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવાતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-24 19:57:09

ભાવનગર: ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે 21 તારીખે યુવરાજસિંહની 9 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કર્યા બાદ આઈપીસી ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યાર બાદ શનિવારે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી કાનભા ગોહિલ પાસેથી રૂપિયા 38 લાખ રિકવર કરવામાં કર્યા છે. કાનભા ગોહિલને કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવાતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે તોડકાંડ મામલે પોલીસ તેની વધુ પૂછપરછ કરી આ ઘટનામાં વધુ માહિતી મેળવશે.


38
લાખની રિકવરી કરાઈ
ડમીકાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હવે ખુદ ડમીકાંડમાં ફસાયો છે. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ, તેના બે સાળા અને બિપિન ત્રિવેદી સહિત છ લોકો સામે ખંડણી અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે. યુવરાજસિંહે પ્રેસ-કોન્ફરન્સમાં નામ જાહેર ન કરવા માટે પ્રકાશ દવે ઉર્ફે પી.કે. દવે પાસેથી 45 લાખ રૂપિયા અને પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા ધમકી આપી લીધા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે. હવે આ મામલે પોલીસે ડીલ થયા પ્રમાણે યુવરાજસિંહે સ્વીકારેલાં નાણાં તેના સાળા કાનભાને આપ્યા હતા અને એ નાણા કાનભાએ તેના મિત્રના ઘરે બેગમાં રાખ્યા હતા. એમાથી SITની ટીમે 38 લાખની રિકવરી કરી સરકારી પંચોને સાથે રાખી પંચનામું કર્યું છે.

કાનભાએ તેના મિત્રના ઘરે રૂપિયા ભરેલો થેલો મૂક્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે યુવરાજસિંહના સાળા કાનભાને સુરતથી ઝડપી ભાવનગર લાવી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે યુવરાજસિંહની તા.5-4-2023ની કોન્ફરન્સમા ડમી ઉમેદવાર કાંડમાં પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. તથા પ્રદીપ બારૈયાનું નામ ન લેવા તેમની પાસેથી ઘનશ્યામ લાધવા તથા બિપિન ત્રિવેદી મારફત 1 કરોડ રૂપિયાની માગણી કરાઇ હતી, જેની ડીલ તેના ભાઇ શિવુભાની ઓફિસે તા.12-4-2023ના રોજ થઇ હતી, જેનાં નાણાં તેમણે લીધા હતા એ તેના મિત્ર જીત હિતેન્દ્રભાઇ માંડવિયા (રહે. રૂપાણી સર્કલ ભાવનગર)ના ઘરે મૂકવામાં આવ્યાં હતાં. એ જગ્યાએ તપાસ કરતાં SITને એક બેગમાંથી રૂપિયા 38 લાખ મળ્યા હતા, જે રિકવર કરવામા આવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post