• Home
  • News
  • G-7 સમિટમાં મોદીને મળ્યા ઝેલેન્સ્કી:યુક્રેન-રશિયા યુદ્ધ પછી બંનેની પહેલી મુલાકાત; બાઇડન મોદીને ભેટી પડ્યા
post

હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-20 18:04:24

જાપાનના હિરોશિમા શહેરમાં G-7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ હાથ મિલાવ્યા. આ પછી બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર હતા.

પીએમ મોદી પદ્મશ્રી અવોર્ડ વિજેતા જાપાની લેખકને મળ્યા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન G-7 બેઠક પહેલાં પીએમ મોદીને મળ્યા હતા. મોદી વિશ્વના નેતાઓની વચ્ચે બેઠા હતા, જ્યારે બાઈડન તેમની સીટ પર આવ્યા અને તેમને ભેટી પડ્યા.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને પીએમ મોદી પણ એકબીજાને ભેટ્યા હતા. સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને બિન-શ્વેત વડાપ્રધાન છે. તેઓ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ પણ છે. આ સાથે જ મોદીએ પદ્મશ્રી અવોર્ડ મેળવનાર જાપાની લેખક ડો.ટોમિયો મિઝોકામિને પણ મળ્યા હતા.

પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે
2022
માં જાહેર કરાયેલા અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ 'ધ મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રૂવલ રેટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સહિત 22 દેશના નેતાઓને પાછળ છોડી દીધા છે. પીએમ મોદીનું એપ્રૂવલ રેટિંગ 75% છે. તેઓ છેલ્લાં સતત બે વર્ષથી આ રેટિંગમાં ટોચ પર છે.

સપ્ટેમ્બર 2021માં મોદીને ફરીથી સૌથી લોકપ્રિય નેતાનો દરજ્જો મળ્યો. અગાઉ મે 2020માં તેઓ 84% લોકપ્રિયતા સાથે યાદીમાં ટોચ પર હતા.

મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર અહેવાલમાં બીજા ક્રમે હતા, જેમને 63% લોકોએ મત આપ્યો હતો. એ જ સમયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ત્રીજા નંબરે હતા, જેમને 58% લોકોએ પસંદ કર્યા હતા.. આ સર્વે આ વર્ષે 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન 41%ના રેટિંગ સાથે 11મા નંબર પર હતા.

મોદીએ કહ્યું હતું, 'આજે પણ 'હિરોશિમા' શબ્દ સાંભળીને દુનિયા ચોંકી ઊઠે છે. G-7 સમિટ માટે મારી જાપાનની મુલાકાત દરમિયાન મને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી હતી. 'આજે વિશ્વ જળવાયુ પરિવર્તન અને આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે. જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં બાપુના આદર્શો હજુ પણ સુસંગત છે. તેમની જીવનશૈલી પ્રકૃતિ પ્રત્યે આદર, સમન્વય અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. મેં જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિ વૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે, જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્ત્વ સમજી શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post