• Home
  • News
  • ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર પર પહેલીવાર હરાવ્યુ, 9 બેટ્સમેન ડબલ ડીજીટ સુધી પહોંચી શક્યા નહિ
post

બર્લની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ચાલ્યા નહતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-03 16:45:32

ઝિમ્બાબ્વેએ શનિવારે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત મેળવી છે. ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં કોઈપણ ફોર્મેટમાં પહેલીવાર હરાવ્યુ છે. 2 મેચની સિરીઝના છેલ્લા મેચમાં ઝિમ્બાબ્વે 3 વિકેટથી જીત્યુ હતુ.

આ જીતનો હીરો લેગ સ્પિનર રાયન બર્લ રહ્યો હતો. 28 વર્ષના બર્લએ 10 રન દઈને 5 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈનઅપને પછાડી દીધુ હતુ. તેણે 3 કેચ પણ પકડ્યા હતા. બર્લને પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 31 ઓવરમાં માત્ર 141 રનમાં જ ઓલઆઉટ કરી દીધુ હતુ. આ પછી તેમણે 39 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ 7 વિકેટે પાર પાડી દીધો હતો.

વોર્નરે આપી લડત, પરંતુ સદી ચૂક્યો
બર્લની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ચાલ્યા નહતા. ટીમે 9 રને પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા ટીમની વિકેટ પડતી ગઈ હતી. પરંતુ ડેવિડ વોર્નરે એક છેડો સાચવી રાખ્યો હતો. તે 94 રને આઉટ થયો હતો અને સદી ચૂકી ગયો હતો. તેને પણ બર્લે જ આઉટ કર્યો હતો. વોર્નરે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા.

ટીમના 9 બેટ્સમેન ડબલ ડીજીટમાં પહોંચી શક્યા નહતા
ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન-ડેમાં હરાવ્યુ હતુ. જેમાં બર્લે 5 વિકેટ ઝડપી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના 9 બેટ્સમેન ડબલ ડીજીટ સુધી પણ પહોંચી શક્યા નહતા. વોર્નર (94) પછી ગ્લેન મેક્સવેલ (19) જ ડબલ ડીજીટ સુધી પહોંચી શક્યા હતા.