• Home
  • News
  • ફેસબૂક-વોટ્સએપ ઠપ થતા દુનિયાભરમાં હાહાકાર, ઝુકરબર્ગના એક ઝાટકે 45 હજાર કરોડ ઉડી ગયા
post

ફેસબુકના શેરમાં 4.9%નો કડાકો, ઝુકરબર્ગની સંપત્તિમાં 6 અબજ ડોલરનું ધોવાણ

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 09:56:34

સોમવારના રોજ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, અને વોટ્સએપની સર્વિસીસ ઠપ થતા દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. તેના લીધે ફેસબુકનો શેર ક્કડભૂસ થઇ ગયો અને કંપનીના સીઇઓ માર્ક ઝુકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 6.11 અબજ ડોલર એટલે કે 45,555 કરોડની ધોવાઇ ગઇ. તો દુનિયાના ધનિકોની યાદીમાં એક નંબર પાછળ પાંચમા નંબર પર આવી ગયા.

ફેસબૂકના શેરોમાં સોમવારના રોજ 4.9 ટકાનો ઘટાડો આવ્યો. આમ કંપનીનો શેર સપ્ટેમ્બર મધ્ય બાદથી અંદાજે 15 ટકા તૂટી ચૂકયો છે. બ્લુમબર્ગ ઇન્ડેક્સના મતે ફેસબુકના શેરોમાં કડાકાથી ઝુકરબર્ગની નેટવર્થ 6.11 અબજ ડોલરથી ઘટીને 122 અબજ ડોલર રહી. થોડાંક દિવસ પહેલાં તે 140 અબજ ડોલરની નેટવર્થની સાથે ધનિકોની યાદીમાં ચોથા નંબર પર હતા. પરંતુ હવે તેઓ ફરીથી બિલ ગેટ્સથી પાછળ થઇ ગયા છે. ગેટ્સ 124 અબજ ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં ચોથા નંબર પર છે.

કેટલાંય કલાકો બંધ રહી સર્વિસીસ

ફેસબૂક અને તેની સહયોગી કંપનીઓ ઇન્સ્ટાગ્રામ અને વ્હોટસએપની સર્વિસ સોમવારના રોજ કેટલાંક કલાકો સુધી બંધ રહી. ભારતીય સમયઅનુસાર અંદાજે 9.15 વાગ્યે ત્રણેય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઠપ થઇ ગઇ. મંગળવાર વહેલી સવારે 4 વાગ્યે ફેસબુક, વોટ્સએપ, અને ઇન્સ્ટાગ્રામે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું પરંતુ તેની સ્પીડ ખૂબ જ ધીમી છે. સર્વિસ રિસ્ટોર થયા બાદ ફેસબુકે ટ્વિટર પર કહ્યું દુનિયાભરના લોકો અને બિઝનેસ જે અમારા પર નિર્ભર છે તેના માટે અમે દુ:ખી છીએ. અમે અમારી એપ્સ અને સર્વિસીસની સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. એ જણાવતા અમને ખુશી થઇ રહી છે કે તેઓ ફરીથી ઓનલાઇન પાછા આવી રહ્યા છે. અમારી સાથે જોડાયેલા રહેવા માટે ધન્યવાદ.

આ બધાની વચ્ચે ઝકરબર્ગે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટસએપની સર્વિસીસ ફરીથી સ્થાપિત થવાથી કરોડો યુઝર્સને થયેલી મુશ્કેલી માટે માફી માંગી છે. તેમણે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, અને મેસેન્જર સર્વિસીસ પુન:સ્થાપિત કરાઇ છે. આજે તેમની સર્વિસીસમાં જે અડચણ આવી તેના માટે હું માફી માંગું છું. હું જાણું છું કે તમે તમારા લોકોની સાથે જોડાઇ રહેવા માટે અમારી સર્વિસીસ પર કેટલાં નિર્ભર છો.

adv

Related News

post
post
post
post
post
post
post