• Home
  • News
  • વડાપ્રધાન મોદીએ શ્રી સિદ્ધગંગા મઠ મ્યુઝિયમનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધિ
post

વડાપ્રધાન મોદીએ ગુરુવારે શ્રી સિદ્ધગંગા મઠ મ્યુઝિયમનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધિ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 15:18:01

બેંગલુરુઃ વડાપ્રધાન મોદીએ ગુરુવારે શ્રી સિદ્ધગંગા મઠ મ્યુઝિયમનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધિ હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે ઘણા વર્ષો બાદ અહીંયા આવવાની તક મળી છે, પણ શ્રી શ્રી શિવકુમાર સ્વાની ખોટ અનુભવાઈ રહી છે.

પીએમ અહીંયાથી તુમકુર જશે, જ્યાંથી તેઓ શ્રી સિદ્ધ ગંગા મઠ જવા માટે રવાના થશે. પીએમ મોદી આજથી બે દિવસ કર્ણાટકનો પ્રવાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજો હિસ્સો પણ જાહેર કરશે.ડિસેમ્બર 2019થી માર્ચ 2020 માટે આ યોજનાથી 6 કરોડ લાભાર્થીઓને ફાયદો મળશે. પહેલા બે હિસ્સામાં દેશભરના એક કરોડ કરતા વધારે ખેડૂતો માટે લગભગ 2 હજાર કરોડ રૂપિયા જાહેર કરાયા હતા. આ યોજના હેઠળ ચાર મહિનામાં પ્રત્યેક લાભાર્થીઓને 2000 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓને તેનું પ્રમાણપત્ર સોંપશે.

પીએમના તુમકુરમાં પહોંચતા પહેલા જ ઘણા ખેડૂતોની અટકાયત કરાઈ છે. આ ખેડૂતો વડાપ્રધાન વિરુદ્ધ પ્રદર્શન કરવા અને કાળા ઝંડા બતાવવાની તૈયારીમાં હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post