• Home
  • News
  • હાર્દિક પંડયાએ સર્બિયન એક્ટ્રેસ સ્ટેનકોવિચ નતાશા સાથે સગાઈ કરી
post

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિચ સાથે સગાઈ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 11:23:19

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિચ સાથે સગાઈ કરી. નતાશા-હાર્દિકે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા આ વાત ફેન્સને જણાવી હતી. હાર્દિકએ નતાશા સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, 'મે તેરા,તૂં મેરી જાને સારા હિન્દુસ્તાન. 01-01-2020 #Engaged.' મૂળ સર્બિયાની નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે-9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચૂકી છે.

હાર્દિકે મંગળવાર મોડી રાતે ઈન્સ્ટાગ્રામ પર સર્બિયાની એક્ટ્રેસ નતાસા સ્ટાંકોવિચ સાથે ફોટો શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘નયે સાલ કી શરૂઆત મેરે પટાખે કે સાથઆ ફોટામાં હાર્દિકે નતાસાનો હાથ પકડી રાખેલો છે. સાથે જ દિલવાળું ઈમોજી પણ બનાવ્યું છે.

ડાન્સ રિયાલિટી શો નચ બલિયે-9માં પોતાનો જલવો બતાવી ચુકેલી નતાસા માટે હાર્દિકે પણ વોટ માંગ્યા હતા. મીડિયાના જણાવ્યા પ્રમાણે, હાર્દિકે નતાસાને તેમના પરિવારને પણ મળાવી છે પણ હજુ સુધી કોઈ ઓફિશીયલ નિવેદન આવ્યું નથી.

હાર્દિક પંડયાએ સોશિયલ મિડિયા પર એક તસવીર શેર કરી હતી. હાર્દિક અને નતાશાને લઈને મિડિયામાં ભારે ચર્ચા રહી હતી,બંનેને અનેક વાર સાથે દેખાયા હતા. નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે 9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચુકી છે. મૂળ સર્બિયાની નતાશાનું નામ પ્રિયાંક શર્મા સાથે જોડાયું હતું. પ્રિયાંક બિગબોસ 11માં જોવા મળ્યો હતો. હાર્દિક પંડયાનું નામ અગાઉ ઉર્વશી રોતેલા સહિત અનેક યુવતીઓ સાથે જોડાયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post