• Home
  • News
  • યાત્રાધામમાં સૌરઊર્જાથી વર્ષે 1.15 લાખની બચત, 1605 કિલોવોટ સૌરઊર્જા ઉત્પન્ન કરવામાં આવી
post

140 યાત્રાધામોમાં 3.30 કરોડના ખર્ચે સ્થાપિત કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 09:18:10

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા 140 જેટલા યાત્રાસ્થાનમાં 3.30 કરોડના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપથી 1605 કિ.વો. સૌરઉર્જા ઉત્પન્ન કરી વાર્ષિક રૂ. 1.15 કરોડની વીજ બચત કરી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સમિક્ષા બેઠકમાં બહાર આવ્યું છે. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ યાત્રાધામના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટ માટે પણ સૂચન કર્યું હતુ.

યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું કે, રાજ્યમાં 35% જેટલા પ્રવાસીઓ ધાર્મિક યાત્રાસ્થાનની મુલાકાતે આવે છે. દરરોજ એક હજારથી વધારે યાત્રાળુંઓ આવે છે તેવા અંબાજી, સોમનાથ સહિતના યાત્રાધામનું લાંબાગાળાનું આયોજન કરીને વિકાસ કરવો જોઇએ. આ યાત્રાધામની નજીકના સ્થળો પર પણ પ્રવાસીઓ મુલાકાત લે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે દ્વારકા અને ડાકોરનો વિકાસ વારાણસીના ગંગાઘાટની પદ્ધતિથી કરવાનું સૂચન કર્યું હતું. બેઠકમાં છેલ્લા 3 વર્ષમાં 90 હજાર વરિષ્ઠ વડીલોને યાત્રાધામના દર્શન સરકારે કરાવ્યા હોવાનો અહેવાલ રજૂ કરાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post