• Home
  • News
  • શિરડી સાંઈ સંસ્થાનને દાનની આવકમાં 1.75 કરોડનો ઘટાડો, સરેરાશ રૂ. 4 લાખનું જ દાન
post

ઓનલાઈન રોજ સરેરાશ રૂ. 4 લાખનું જ દાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:19:37

મુંબઈ: લોકડાઉનને કારણે સાઈ સંસ્થાનને ઓનલાઈન થકી રોજ સરેરાશ રૂ. 4 લાખનું દાન મળી રહ્યું છે. સામાન્ય રીતે સંસ્થાનને રોજ મળતા દાનની તુલનામાં રૂ. 1.45 કરોડનો ઘટાડો થયો છે, એવી માહિતી સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ડોંગરેએ આપી હતી.

714 દર્દીઓને રૂ. 17 કરોડની મદદ મોકલવામાં આવી
દેશનાં શ્રીમંત દેવસ્થાનમાંથી એક એવી ખ્યાતિ ધરાવતા સાઈ સંસ્થાન પણ કોરોનાને લીધે આર્થિક સંકટમાં આવી ગઈ છે. તેની વાર્ષિક આવત રૂ. 680 કરોડ છે, જ્યારે ખર્ચ રૂ. 600 કરોડ છે. સંસ્થાન પાસે કાયમી અને કોન્ટ્રાક્ટના મળીને લગભગ 6000 કર્મચારી છે. તેમનો વાર્ષિક પગાર અને બોનસ પેટે રૂ. 187 કરોડ, જ્યારે દિવસમાં રૂ. 50 લાખનો ખર્ચ થાય છે. ઉપરાંત વિવિધ ગંભીર બીમારી માટે ગયા વર્ષે 714 દર્દીઓને રૂ. 17 કરોડની મદદ મોકલવામાં આવી છે.

દર્શન- આરતી પાસમાંથી રૂ. 8.50 કરોડ મળતા હતા
સંસ્થાનના શૈક્ષણિક સંકુલમાં 5000 વિદ્યાર્થી છે, જ્યાં વિદ્યાર્થિનીઓને મફત શિક્ષણ અપાય છે. સંસ્થા શિક્ષણ પર રૂ. 14 કરોડનો ખર્ચ કરે છે. જોકે આ ઉપક્રમમાંથી ફક્ત રૂ. 2.50 કરોડ જમા થાય છે. ઉપરાંત લાઈનમાં ભાવિકોને ચા, બિસ્કિટ મફત આપવામાં આવે છે. મહિનાનું વીજ બિલ રૂ. 1 કરોડથી વધુ હોય છે. સ્વચ્છતા પર પણ મોટો ખર્ચ કરવામાં આવે છે. નગર પંચાયતને પણ સ્વચ્છતા અને અન્ય વિકાસકામોમાં મદદ કરવામાં આવે છે.ગયા વર્ષે 17 માર્ચથી 31 મે, 2019 દરમિયાન દાન થકી રૂ. 51.31 કરોડની રોકડ રકમ, રૂ. 1.50 કરોડનું સોનું- ચાંદી, દર્શન- આરતી પાસમાંથી રૂ. 8.50 કરોડ મળતા હતા. આ વખતે ફક્ત રૂ. 3-3.50 કરોજડ મળવાની શક્યતા મુખ્ય ઓડિટર બાબાસાહેબ ઘોરપડેએ વ્યક્ત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post