• Home
  • News
  • ગુજરાતના 1.82 લાખ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરે છે છતાં ખોટી રીતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં 186 કરોડ રૂપિયાની સહાય મેળવી
post

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં આઈટી ભરનારને સહાય મળતી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 08:55:27

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રાજ્યમાં 1.82 લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા છતાં ખોટી રીતે 186 કરોડ રૂપિયાની સહાય લઈ ગયાની જાણકારી મળી છે. ફેબ્રુઆરી 2019માં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક યોજના નામે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિજાહેર કરી હતી. આ યોજના અંતર્ગત બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ. 6 હજાર ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરમાધ્યમથી ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. જે દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લાગુ પડી હતી અને નક્કી થયા બાદ થોડા જ સમયમાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની ચાર માસિક સહાય ચૂકવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.

1.82 લાખથી વધુ ખેડૂતો લાભ લેતા હતા

જોકે આ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં કેટલીક શરતો પણ લાગુ કરાઈ હતી અને આ શરતોમાં સામેલ હોય તેમને સહાય મળનાર ન હતી. આમાંની જ એક મહત્ત્વની શરત હતી છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ચૂકવેલ હોય તેવા કરદાતાઆ સહાય મેળવવાપાત્ર ન હતા. આમ છતાં આવકવેરો ભરેલો હોય તેવા પણ મોટી સંખ્યામાં ખેડૂતો સરકારી સહાય લઈ રહ્યા છે, જેનો એક-બે મહિના અગાઉ ભાંડોફૂટ્યો હતો. મળતી માહિતી મુજબ રાજ્યના તમામ 33 જિલ્લામાં અંદાજે 1.82 લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા છતાં પીએમ કિસાન સમ્માન નિધિની સહાય લઈ રહ્યા હતા. આ ખેડૂતોને રાજ્યમાં કુલ 186 કરોડ જેટલી મોટી રકમ સરકારી તિજોરીમાંથી મળી છે.

સરકારે રિફંડ લેવાની પ્રકિયા શરૂ કરી

કિસાન સમ્માન નિધિનું પોર્ટલ તથા આવકવેરા કરદાતાનું પોર્ટલ (ટેક્ષ ભરનારાની યાદી) જોતા આ ભાંડો ફૂટ્યો હતો. આમ તો દરેક જિલ્લામાંથી આવા ખેડૂતો ગેરપાત્રતા ધરાવત હોવા છતાં સહાય લઈ ગયા હતા પરંતુ જે જિલ્લામાં સંખ્યા વધુ છે તેમાં ભાવનગરમાં 18 હજારથી વધુ, અમરેલીમાં 17 હજારથી વધુ, મહેસાણામાં 14 હજારથી વધુ, રાજકોટમાં 13 હજારથી વધુ ખેડૂતોને સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આજદિન સુધીમાં રાજ્યમાં 5થી 6 જેટલા 2 હજાર રૂપિયાના હપ્તા ચૂકવાઈ ગયાની માહિતી છે. આવા સહાય લીધેલ ગેરપાત્રતા ધરાવતા ખેડૂતોને સરકારે એસએમએસ (SMS) કરી દીધા છે તથા ચૂકવેલ રકમ રીફંડલેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

જિલ્લાવાર ખોટી સહાય મેળવનારા ખેડૂતો

 અમદાવાદ               6857

અમરેલી                   17166

આણંદ                     5100

અરાવલી                 3765

બનાસકાંઠા              7780

ભરૂચ                        4674

ભાવનગર              18020

બોટાદ                   5796

છોટાઉદેપુર             941

ડાંગ                          52

દેવભૂમિ દ્વારકા    1866

દાહોદ                    1129

ગાંધીનગર             7884

ગીર-સોમનાથ    2533

જામનગર             6514

જૂનાગઢ             5300

કચ્છ                     9767

ખેડા                     3984

મહેસાણા            14741

મહીસાગર          1641

મોરબી               5010

નર્મદા                758

નવસારી            1965

પંચમહાલ          1351

પાટણ                7115

પોરબંદર            1245

રાજકોટ              13766

સાબરકાંઠા          6655

સુરત                     4017

સુરેન્દ્રનગર         5377

વડોદરા             6263

વલસાડ             2306

બાંયેધરી અપાઈ હતી છતાં

આ યોજનામાં લાભાર્થી ખેડૂતોએ કેટલીક બાંયેેધરી આપી હતી. જેમાં એક છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્સ ચૂકવેલ કરદાતાહોવાની સ્થિતિમાં ગેરપાત્રતા ધરાવતા હશે એમ સ્વીકાર્યું હતું. ખોટી રીતે લાભ લીધો હોવાનું માલુમ પડશે તો સરકાર તરફથી મેળવેલ લાભની વસૂલાતઅને અન્ય કાયદાકીય કાર્યવાહી સહિતની કોઈપણ કાર્યવાહી માટે હું જવાબદાર રહીશએ અંગેની બાંહેધરી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post