• Home
  • News
  • પશ્ચિમ બંગાળમાં 10 કાંવડિયાઓના મોત:જનરેટરના વાયરમાંથી પીકઅપમાં કરંટ લાગ્યો, શિવજીને જળ ચઢાવવા જઈ રહ્યા હતા; 16 દાઝી ગયા
post

જનરેટરના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે પીકઅપમાં કરંટ પ્રસરી ગયો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-01 19:32:06

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પીકઅપમાં વીજકરંટ પ્રસરી જતા 10 કાંવડિયાઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 16 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે જલપાઈગુડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત મેખલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધારલા બ્રિજ પર મોડી રાત્રે થયો હતો. પીકઅપમાં બેસીને 27 કાંવડિયાઓ જલ્પેશના શિવ મંદિરે જળ ચઢાવવા જઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપની પાછળ જ ડીજે વગાડવામાં આવી રહ્યુ હતુ. જનરેટરના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે પીકઅપમાં કરંટ પ્રસરી ગયો હતો.

કરંટનો આંચકો લાગતા જ ચાલક ભાગી ગયો હતો
પીકઅપમાં કરંટ આવતા જ ચાલક નાસી ગયો હતો. તે કરંટની ઝપેટમાં આવ્યો ન હતો. સીતાકુચી પોલીસે પીકઅપ કબજે કરી લીધુ છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે એક જ ઝાટકે 10 કાંવડિયાઓના મોત થયા હતા. એક પછી એક તેઓ પીકઅપમાંથી નીચે પટકાયા હતા. લોકો કંઈક સમજી શકે ત્યાં સુધીમાં અકસ્માત થઈ ગયો હતો. ઘાયલ કાંવડિયાઓની હાલત સારી હોવાનું કહેવાય છે.

માતાભંગાના એએસપી અમિત વર્માના જણાવ્યા અનુસાર, અકસ્માત રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યે થયો હતો. પીકઅપ જલ્પેશ જઈ રહ્યો હતો. દુર્ઘટનામાં ઘાયલ કાંવડિયાઓને પહેલા નજીકની ચગરબંધા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અહીંથી 16ની હાલત ગંભીર હોવાથી તેમને જલપાઈગુડીની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. તમામ લોકો સીતલકુચી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. ASPએ જણાવ્યું કે ડ્રાઈવરની શોધ ચાલી રહી છે. જેથી દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાય. અત્યારે તે માત્ર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post