• Home
  • News
  • છત્તીસગઢના અબૂઝમાડના 100 પરિવાર ઝાડુ બનાવીને લાખો રૂપિયા કમાય છે
post

નારાયણપુરના મહિલા સ્વસહાય જૂથે આ ઝાડુના વેચાણ માટે ટ્રાયફેડ સાથે એમઓયુ કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 10:04:39

છત્તીસગઢના અબૂઝમાડ વિસ્તારની વનવાસી મહિલાઓએ ઝાડુ બનાવવામાં વપરાતા અહીંના ખાસ પ્રકારના પહાડી ઘાસ ટિલગુમને કમાણીનું માધ્યમ બનાવ્યું છે. ઓરછા વિસ્તારમાં નદીપારના ગામ હિતુલવાડાની મહિલાઓએ ટિલગુમ ઘાસમાંથી ઘરે જ ઝાડુ બનાવવાનું કામ શરૂ કર્યું. આજે સ્થિતિ એ છે કે તેમણે 3 મહિનામાં જ અંદાજે 60 લાખ રૂપિયાનો વેપાર કરી લીધો છે. આ વ્યવસાય સાથે 100 પરિવાર જોડાયેલા છે. આદિવાસીઓના આ સ્ટાર્ટઅપને તંત્ર પણ મદદ કરી રહ્યું છે. તેમની પાસેથી અત્યાર સુધીમાં 900 ક્વિન્ટલ ઝાડુ ખરીદવામાં આવ્યા છે.

દેશના ઘણાં ભાગોમાં આ ઝાડુ વેચાઇ રહ્યા છે
નારાયણપુરના મહિલા સ્વસહાય જૂથે આ ઝાડુના વેચાણ માટે ટ્રાયફેડ સાથે એમઓયુ કર્યા છે. પહેલો એમઓયુ જ 15 લાખ રૂપિયાનો થયો. ટ્રાયફેડે તેમને દિલ્હીમાં બજાર ઉપલબ્ધ કરાવ્યું છે. અબૂઝમાડના ઝાડુ છત્તીસગઢના વિવિધ શહેરો ઉપરાંત કોલકાતા, નાગપુર સહિત દેશના અન્ય ભાગોમાં પણ સપ્લાય થઇ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post