• Home
  • News
  • 1લી જૂનથી દુરંતો, સંપર્ક ક્રાંતિ જેવી 100 ટ્રેન દોડશે, આ માટે આજ સવારે 10 વાગ્યાથી ઓનલાઈન બૂકિંગ થશે
post

દેશમાં રેલવેએ 12 હજારથી વધારે ટ્રેનો જનતા કર્ફ્યૂના દિવસે 22 માર્ચથી બંધ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 11:31:34

નવી દિલ્હી: કોરોના સંકટ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે રેલ યાત્રીઓને રાહત મળે તેવી સંભાવનાનું સર્જન થયું છે. 1લી જૂનથી 100 ટ્રેનો શરૂ થશે. તેની યાદી બુધવાર રાત્રે જારી કરવામાં આવી છે. તેમા દુરંતો, સંપર્ક ક્રાંતિ, જન શતાબ્દી અને પૂર્વા એક્સપ્રેસ જેવી ગાડીનો સમાવેશ થાય છે. તેમા એસી અને નોન એસી કોચનો સમાવેશ થાય છે. જનરલ કોચમાં બેસવા માટે પણ રિઝર્વેશન લેવુ પડશે. એટલે કે ટ્રેનમાં કોઈ અનરિઝર્વ કોચ નહીં હોય.આ ગાડીમાં સીટો માટે ઓનલાઈન બુકિંગ આજે સવારે 10 વાગ્યાથી IRCTCની વેબસાઈટ તથા મોબાઈલ એપ પર શરૂ થશે. રિઝર્વેશન કાઉન્ટરથી કોઈ જ ટિકિટ બૂક નહીં થાય. આ માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30 દિવસ હશે, RAC અને વેઈટિંગ લિસ્ટ અગાઉની માફક હશે.

સ્લીપરનું ભાડુ આપી જનરલ ચોરમાં બેસવું પડશે

રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોનું ભાડુ સામાન્ય હશે, પણ જનરલ કોચમાં સીટ બૂક કરવા માટે સ્લીપરનું ભાડુ આપવાનું રહેશે. રેલવેએ કહ્યું છે કે તમામ યાત્રીઓને સીટ મળશે એટલે કે કોઈ વેઈટિંગ નહીં હોય. ટ્રેનમાં કોઈ પણ યાત્રી વેટિંગ ટિકિટ પર યાત્રા કરી શકશે નહીં. એટલે કે કોઈ પણ અનારક્ષિત ટિકિટ નહીં મળે અને ન તો તત્કાલ ટિકિટની કોઈ વ્યવસ્થા છે.

અત્યારે શ્રમિક ટ્રેન અને સ્પેશ્યલ ટ્રેન ચાલશે

રેલવેએ 1લી જૂનથી ટ્રેનોની શરૂઆત કરતા પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયો સાથે ચર્ચા કરી છે. આ અગાઉ મંગળવારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલે 1લી જૂનથી 200 નોન એસી ટ્રેનો ચલાવવાની વાત કરી હતી. 1લી મેથી પ્રવાસી શ્રમિકો માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન અને 12 મેથી રાજધાની રુટ પર 15 સ્પેશ્યલ ટ્રેનોની શરૂઆત થઈ હતી.

રેલવેએ 30 જૂન સુધી તમામ ટિકિટ રદ્દ કરી હતી

દેશભરમાં રેલવેની 12 હજાર કરતા વધારે ટ્રેનો જનતા કર્ફ્યૂના દિવસે એટલે કે 22 માર્ચના રોજ બંધ હતી. આ ઉપરાંત રેલવે 30 જૂન સુધી કરેલી તમામ ટિકિટોને રદ્દ કરી યાત્રીઓને રિફન્ડ પણ આપ્યુ હતું. તેનો અર્થ એવો થાય છે કે ટ્રેનોનું સંચાલન સામાન્ય થવામાં હજુ સમય લાગશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post