• Home
  • News
  • શેરબજારમાં 1135 પોઇન્ટનો કડાકોઃ નિફ્ટી 323 પોઈન્ટ ઘટીને 10670 થઈ, યસ બેન્કના શેરમાં 20 ટકાનો ઉછાળો
post

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવોમાં ખાડી યુદ્ધ બાદ એટલે કે 1991 બાદનો સૌથી મોટો ઘટાડો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 10:15:45

મુંબઈ : વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેત તેમ જ યસ બેન્ક સંકટને લીધે ભારતીય શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં આશરે 1135 પોઇન્ટનો કડાકો બોલાયો છે. નિફ્ટી પણ 323 પોઇન્ટ ઘટી 10,670 થઈ ગઈ છે. સેન્સેક્સ પેકમાં એશિયન પેઈન્ટને બાદ કરતા બાકીની તમામ 29 કંપનીના શેરમાં મંદીમય માહોલ જોવા મળી રહ્યો છે. યસ બેન્કના શેરનો ભાવ 20 ટકા વધીને રૂપિયા 19.30 થયો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવોમાં ખાડી યુદ્ધ બાદ એટલે કે 1991 બાદનો સૌથી મોટો ઘટાડો થયો હતો. કોરોનાને પગલે શેરબજારથી લઈ ક્રુડના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળે છે. બીએસઈ સેન્સેક્સ 1119 પોઇન્ટ એટલે કે આશરે 3 ટકા ઘટી 36,456 થયો છે જ્યારે નિફ્ટી 325 પોઇન્ટ ઘટી 10664 થઈ છે.


મેટલ ઈન્ડેક્સ 4.71 ટકા, બેન્કેક્સ 3 ટકા, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 3.85 ટકા, પાવર ઈન્ડેક્સ 3.95 ટકા ગગડ્યા છે. માર્કેટ બ્રેડથ અત્યંત મંદીમય છે. સેન્સેક્સ પેકમાં ઓએનજીસી 10.60 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 6.13 ટકા, પાવરગ્રીડ 5.74 ટકા, રિલાયન્સ 5.67 ટકા, એસબીઆઈ 5.44 ટકા, ટાટા સ્ટીલ 5.05 ટકા, એલએન્ડટી 4.49 ટકા, ટીસીએસ 3.98 ટકા ગગડ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post